Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

ચીનમાં ૧.૬ કિ.મી લાંબો દુનિયાનો સૌથી મોટો ઈનડોર સ્કી રિસોર્ટ ખુલ્યો

૩૦ જૂનના રોજ ચીનના ર્હિબન શહેરમાં વિશ્વનો સૌથી મોટો ઈનડોર સ્કી રિસોર્ટ શરૃ કરવામાં આવ્યો છે. આ સ્કી રિસોર્ટમાં ૬ ટ્રેક બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી લાંબો ટ્રેક ૧,૬૪૦ ફૂટ લાંબો છે. સ્કીઈંગ માટે ઓપન સ્કી રિસોર્ટ વિશે તો લગભગ પ્રત્યેક જાણકારી ધરાવતું જ હશે.

ઈનડોર સ્કી રિસોર્ટ વિશે પણ માહિતી હશે જ. ચીને આ બાબતે પણ નવો વિક્રમ સ્થાપ્યો છે.આ રિસોર્ટને ચીનના બીજા સૌથી અમીર શખ્સ (૩૦.૪ બિલિયન ડોલરની સંપત્તિના માલિક) અને ડૈલિયન વાંડા ગ્રૂપના ફાઉન્ડર વાંગ જિયાનલિને બનાવ્યો છે. આ રિસોર્ટને બનાવવાનો કુલ ૬ અબજ અમેરિકી ડોલર (રૃ.૩,૮૭૬ કરોડ)નો ખર્ચ આવ્યો છે.૧.૬ કિ.મીનો આ સ્કી-રિસોર્ટ ગ્રૂપનો છઠ્ઠો થીમ પાર્ક છે, જેમાં એકી સમયે એકસાથે ૩,૦૦૦ લોકો પ્રવેશ કરી શકે છે. આ સ્કી રિસોર્ટ ૧,૫૯૭ મીટર લાંબો અને ૪૯૨ ફૂટ પહોળો તથા ૩૭૫.૬ ફૂટ પહોળો છે. સ્કીઈંગ સાથે જ આ ઈનડોર રિસોર્ટમાં રોપ-વેની મજા પણ માણી શકાય છે.

રિસોર્ટમાં બરફની વચ્ચે બે કલાક ગાળવા માટે ૬૮ યુઆન એટલે કે ૧૦ ડોલર (અંદાજે રૃ. ૬૫૦ )ની ફી રાખવામાં આવી છે.જ્યારે કે બરફ વચ્ચે અમર્યાદિત સમય વિતાવવા માટે ૪૮૮ યુઆન એટલે કે ૭૧.૭૭ ડોલર (અંદાજે રૃ. ૪,૭૦૦) ચૂકવવા પડશે.આશા છે કે વર્ષ ૨૦૧૭ના અંત સુધીમાં લગભગ ૪ લાખ મુલાકાતીઓ આ રિસોર્ટની મુલાકાત લેશે.

Related posts

બુદ્ધને ભારતીય કહેવા પર નેપાળ ભડક્યું

editor

ट्रंप के पश्चिम एशिया शांति प्रस्ताव को आगे बढ़ाने के लिए इस्राइल पहुंचे पोम्पियो

editor

तालिबान का नया फरमान : दुकानदार बिना हिजाब वाली महिलाओं को नहीं बेचेंगे प्रोडक्ट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1