Aapnu Gujarat
गुजरात

ગોધરામાં રક્ત દાન શિબિરનું આયોજન

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલા નિરંકારી સત્સંગ ભવનમાં રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિરંકારી ભકતોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. ઈન્ડિયન રેડક્રોસની ટીમના સહયોગથી રકતદાન શિબીરમાં ૧૫૦થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં કોરોના મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે હોસ્પિટલોમાં સારવાર માટે રકતની તાતી જરૂરીયાત ઉભી થતી હોય છે, પોતાની સામાજીક લોકોની સેવા માટે ખડેપગે આગળ રહેતી સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા રક્તદાન શિબીરનું આયોજન નિરંકારી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદથી દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાજી દ્વારા રકતદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો. રક્તદાન શિબિરમબ નિરંકારી ભકતોએ કોવિડ પ્રોટોકોલ જાળવીને રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડીયારએ જણાવ્યું હતું કે, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં ૧૯૮૬ થી ૨૦૨૦ સુધીમાં ૬૩૬૫થી વધુ રક્તદાન શિબિરનું આયોજન કરી ૧૧,૩૬,૫૬૦થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરી ૩ લાખથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. કોરોના કાળમાં પણ રક્તદાન શિબિરનું આયોજન કરીને કુલ ૧૫૦ થી વધુ યુનિટ રક્ત માનવતાના હિતમાં સમર્પિત કરવામાં આવ્યું છે.ગોધરા બ્રાન્ચના સંયોજક વિદ્યાદેવીએ આવેલા તમામ ધર્મ પ્રેમીઓ અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

અમદાવાદમાં ૧૦ જુને હાર્દિક પટેલના નેતૃત્વમાં ‘સામાજિક ક્રાંતિકારી કાર્યકર્તા’ સંમેલન યોજાશે

aapnugujarat

राहुल गांधी अब अक्टूबर में मध्यजॉन में चुनाव प्रवास करेंगे

aapnugujarat

એએમસી આરોગ્ય વિભાગ પર ઉઠ્યા સવાલ, દવાના જથ્થાનોનિકાલ કરવાનો આરોપ

editor

Leave a Comment

UA-96247877-1