Aapnu Gujarat
गुजरात

રેલવેનું કામ ચાલતુ હોવાથી પલાસવાડા ક્રોસિંગ ૩ ડિસેમ્બર સુધી બંધ રહેશે

ડભોઇ તાલુકાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે ૧૦ જેટલી રેલવે ફાળવામાં આવી છે જે અંતર્ગત રેલવે લાઈનોનું પૂર જોશમાં કામ ચાલી રહ્યું છે જેમાં ડભોઇ વડોદરા રોડ ઉપર આવેલ પલસાવાળા રેલવે ક્રોસિંગ ખાતે તા.૧-૧૨-૨૦૨૦ થી તા.૩-૧૨-૨૦૨૦ સુધી રેલવે લાઇન મરામતનું કામ ચાલુ કરવામાં આવ્યું હોય તે અંતર્ગત રેલવે દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વડોદરા જિલ્લા કલેકક્ટરમાંથી મંજૂરી મેળવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રેલવે લાઇન મરામતનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે જેથી જાહેર જનતાને અને વાહનચાલકોને તા.૧ થી ૩ ડિસેમ્બર સુધી ડભોઇ તાલુકાના પલાસવાડા ગામ પાસે આવેલ રેલવે ક્રોસિંગ બંધ રહેશેનું રેલવે સૂત્રોથી જાણવા મળ્યું છે. ડભોઇ પલસાવાળા રેલવે લાઇનની મરામત અંતર્ગત સવારથી સાંજ સુધી તા.૧-૧૨ થી તા.૩-૧૨ સુધી રેલવે ક્રોસિંગ બંધ રાખવા જાહેરાત રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને ક્રોસિંગ નજીક બોર્ડ લગાવવામાં આવ્યું છે જે અંગે ત્રણ દિવસ મરામતનું કામ કરવા રેલવે દ્વારા જિલ્લા કલેક્ટર પાસે પરવાનગી માંગી હતી તે ૧ ડિસેમ્બર થી ૩ દિવસ સવારથી સાંજ સુધી પરવાનગી મેળવેલી હોય રેલવે ક્રોસિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને ડભોઇ વડોદરા વચ્ચે આવેલા પલાસવાડા રેલવે ક્રોસિંગ બંધ રાખવાના નિર્ણય રેલવે દ્વારા કરવામાં આવ્યો હોય ૩ તારીખ બાદ ડભોઇ વડોદરા રોડ ચાલુ રહેશેનું રેલવે સૂત્રો દ્વારા જણાવાયું હતું. 
(તસવીર / અહેવાલ :- વિકાસ ચતુર્વેદી, ડભોઈ)

Related posts

નરોડા : મહિલા પાસેથી ૫૦ હજાર ઉઠાવીને ટોળકી ફરાર

aapnugujarat

બોપલ વિસ્તારમાં ૧૨માં માળેથી પટકાતાં વૃદ્ધનું મોત નિપજ્યું

aapnugujarat

છોટા ઉદેપુરમાં દારૂની ખેપ મારતો પોલીસ ઝડપાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1