Aapnu Gujarat
मनोरंजन

અમિતાભ બચ્ચનનો કોવિડ ૧૯નો રિપોર્ટ નેગેટિવ આવ્યો

૧૧ જુલાઈથી અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કોરોનાવાઈરસની સારવાર લેતા હતા. આજે એટલે કે બીજી ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમને આજે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અભિષેક બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે હોસ્પિટલમાં જ એડિમટ છે.અભિષેકે બે ટ્‌વીટ કરી હતી. પહેલી ટ્‌વીટમાં અભિષેકે કહ્યું હતું, મારા પિતાનો કોવિડ ૧૯નો ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તેઓ ઘરે રહીને આરામ કરશે. તમારી પ્રાર્થના તથા શુભેચ્છા માટે તમારો આભાર.બીજી ટ્‌વીટમાં અભિષેકે કહ્યું હતું, કોમોર્બિડીટીને કારણે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને હું હજી પણ હોસ્પિટલમાં જ છું. ફરીવાર તમારી શુભેચ્છા તથા પ્રાર્થના માટે આભાર. તમારો હંમેશાં ઋણી રહીશ.૧૧ જુલાઈના રોજ મોડી સાંજે અમિતાભ અને દીકરા અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. તેના બીજા દિવસે એટલે કે ૧૨ જુલાઈના રોજ ઐશ્વર્યા અને આરાધ્યાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જોકે, પરિવારમાં એકમાત્ર જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.કોરોનાનો ચેપ લાગ્યા બાદ અમિતાભ અને અભિષેક તાત્કાલિક ધોરણે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. શરૂઆતમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંને એસિમ્પ્ટમેટિક એટલે કે કોઈ જ લક્ષણો વિનાનાં પોઝિટિવ હોવાથી બંને ઘરે જ ક્વોરન્ટીન થયાં હતાં. પરંતુ પાછળથી તેમને પણ તાવ અને અન્ય લક્ષણો દેખાવા લાગતાં ૧૭ જુલાઈના રોજ ઐશ્વર્યા અને આરાધ્યાને પણ નાણાવટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ૨૭ જુલાઈના રોજ બંનેને રજા આપી દેવામાં આવી હતી.અમિતાભ બચ્ચનનો કોવિડ ૧૯નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ચર્ચા ૨૩ જુલાઈના રોજ સવારથી થતી હતી. જોકે, અમિતાભ બચ્ચને ટ્‌વીટ કરીને કહ્યું હતું કે તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો તે ન્યૂઝ ખોટા, બેજવાબદાર તથા પાયાવિહોણા છે.પ્રોટોકોલ પ્રમાણે અમિતાભ બચ્ચનના હોમ સ્ટાફના ૩૦ વ્યક્તિઓનો પણ કોરોના ટેસ્ટ કરાયો હતો અને અમિતાભના ‘જલસા’ બંગલો તથા અન્ય ત્રણ બંગલાઓને સીલ કરીને સેનિટાઈઝ કરાયા હતા. ૨૬ જુલાઈના રોજ આ બંગલાઓને ફરીથી ખોલી નાખવામાં આવ્યા હતા.

Related posts

અર્શી ખાનના પ્રકાશમાં રહેવા માટે સતત પ્રયાસો : અહેવાલ

aapnugujarat

ઇરફાન અને દિપિકા નવી ફિલ્મમાં સાથે નજરે પડશે

aapnugujarat

आयुष्यमान की ‘बधाई हो’ ने किया ५० करोड़ आकड़ा पार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1