Aapnu Gujarat
व्यापार

શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી

ભારતીય શેરબજારમાં આજે શાનદાર તેજી સાથે બંધ થયુ છે. સતત ત્રીજા દિવસે બજારમાં ખરીદીનો મૂડ રહ્યો હતો. નિફ્ટી આજે ૧૦૬૦૦ની સપાટીએ બંધ થઈ શક્યો છે. આરઆઈએલ, ભારતી એરટેલ, ટીસીએસ અને એચયુએલએ બજારને જોમ આપ્યો પરંતુ બેંક નિફ્ટી દબાણ હેઠળ રહ્યા.
નિફ્ટી ૯ માર્ચ પછી પહેલી વાર ઉપલા સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, ૯ માર્ચ પછી સેન્સેક્સે પ્રથમ વખત ૩૬,૦૦૦ની સપાટી કુદાવી બંધ રહ્યો છે. મેટલ, બેન્ક સિવાય, તમામ ઇન્ડેક્સ સૂચકાંકોની ખરીદી જોવા મળી છે. કેપિટલ ગુડ્‌ઝના શેરમાં સૌથી વધુ વધારો થયો છે. આઈટી, પાવર, રિયલ્ટી શેરમાં ખરીદી જોવા મળી હતી.
બેંકિંગ અને મેટલ શેરોમાં દબાણ હતું. સેન્સેક્સ ૧૭૮ પોઈન્ટ વધીને ૩૬,૦૨૧ની સપાટીએ બંધ રહ્યો છે. નિફ્ટી ૫૬ પોઇન્ટ પર ૧૦,૬૦૭ની સપાટીએ બંધ રહ્યો છે. બેન્ક નિફ્ટી ૧૦૧ પોઇન્ટ ઘટીને ૨૧,૮૫૨ ની સપાટી પર બંધ થયા છે.
સપ્તાહના અંતિમ કારોબારના દિવસે શુક્રવારે શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સે ૧૭૭.૭૨ પોઇન્ટના વધારા સાથે દિવસ ટ્રેડિંગ ૩૬,૦૨૧.૪૨ પર સમાપ્ત કર્યો હતો. નિફ્ટી ૫૫.૬૫ અંક વધીને ૧૦,૬૦૭.૩૫ પર બંધ રહ્યો છે. એક સારા સમાચાર એ પણ છે કે ડોલર સામે રૂપિયો ૩૮ પૈસા વધીને મજબુત સપાટીએ બંધ રહ્યો છે. જોકે, નબળી માંગને કારણે ક્રૂડ ઓઇલનો ભાવ ૦.૭૩ ટકા ઘટીને રૂ. ૩૦૦૨ પ્રતિ બેરલ થયો છે.

Related posts

સેન્સેક્સમાં ૭૬૦ પોઈન્ટનો કડાકો

aapnugujarat

ડીટીએચ સર્વિસ પ્રોવાઇડર અને કેબલ ઑપરેટર્સને પણ બદલી શકાશે

aapnugujarat

टिकटॉक के जरिए ऑनलाइन बाजार में दांव लगाना चाहती है वॉलमार्ट

editor

Leave a Comment

UA-96247877-1