Aapnu Gujarat
ताजा खबरव्यापार

રિલાયન્સ જીઓ એરટેલને પછાડી બીજી મોટી કંપની બની

મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓની લોન્ચિંગના અઢી વર્ષના ગાળામાં જ વધુ એક મોટી સફળતા હાંસલ કરી લીધી છે. યુઝર બેઝના મામલામાં ભારતી એરટેલને પછડાટ આપીને જીઓ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. ૩૦.૬ કરોડ યુઝર ધરાવનર જીઓથી આગળ હવે વોડાફોનઆઈડિયા છે. એરટેલની પાસે ૨૮.૪ કરોડ ગ્રાહકો છે જ્યારે વોડાફોન-આઈડિયાએ ડિસેમ્બર ૨૦૧૮માં ૩૮.૭ કરોડ ગ્રાહકોની જાહેરાત કરી હતી. એરટેલના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, ગ્રાહકોની સંખ્યાને લઇને હવે આંકડા જારી કરાયા છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના જાણકાર લોકોનું કહેવું છે કે, જીઓ ટૂંક સમયમાં જ વોડાફોન-આઇડિયાથી પણ આગળ નિકળી શકે છે. તેમણે કહ્યું છે કે, માત્ર ત્રિમાસિક ગાળાની જ વાત છે. વોડાફોન-આઈડિયા પણ પાછળ છુટી જશે. ૩-૪ ત્રિમાસિક ગાળામાં જીઓ વોડાફોન-આઇડિયાથી આગળ નિકળી જશે. ભારતીય ટેલિકોમ સેક્ટરમાં બે દશક સુધી એરટેલનું પ્રભુત્વ રહ્યું હતું પરંતુ તેની પડતી પણ ખુબ નાટ્યાત્મક રહી છે. વોડાફોનઆઈડિયા સેલ્યુલરના મર્જર બાદ અસ્તિત્વમાં આવેલી કંપની સૌથી આગળ નિકળી ગઈ છે. ગયા વર્ષના મધ્ય સુધી એરટેલ પ્રથમ ક્રમાંકે હતી. રિલાયન્સ જીઓમાં તેજી આક્રમક અને ખુબ જ વ્યૂહાત્મક માર્કેટિંગના કારણે થઇ છે. ૨૦૧૬માં લોન્ચિંગ સાથે જ જીઓ દ્વારા સસ્તા ટેરિફ પ્લાનની જાહેરાત કરવામાં આવી હતી. રિલાયન્સ જીઓ દ્વારા ખુબ ઓછી કિંમત પર ટેરિફ પ્લાન આપવામાં આવ્યા હતા. વોઇસ કોલની સેવા મફત આપવામાં આવી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે, રિલાયન્સ જીઓની વૃદ્ધિ અભૂતપૂર્વ રહી છે. કંપની નવા ટેરિફ પ્લાન, કન્ટેન્ટ પેકેજની મદદથી ગ્રાહકોમાં લોકપ્રિય બની છે. એક તરફ વોડાફોન-આઇડિયા ઓછા પૈસા આપનાર ગ્રાહકોને કાપવાની તૈયારીમા ંછે જ્યારે રિલાયન્સ જીઓ ખુબ ઝડપથી નવા ગ્રાહકોને ઉમેરી રહી છે. જેપી મોર્ગનના રિપોર્ટ મુજબ જીઓએ જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯માં ૨.૭ કરોડ નવા ગ્રાહકો ઉમેરી લીધા છે. જીઓની એન્ટ્રી બાદ ટેલિકોમ કંપનીઓની આર્થિક સ્થિતિ બિલકુલ બદલાઈ ગઈ છે. પ્રાઈઝવોરની જેમ જ અન્ય સ્પર્ધા માટે વિકલ્પો રહેલા છે. સ્થાનિક નુકસાનમાં ચાલી રહેલા વોડાફોન-આઈડિયાને મર્જર કરવાની ફરજ પડી હતી પરંતુ જીઓ નફામાં છે. એરટેલની સ્પર્ધામાં હવે ધીમેરીતે પીછેહઠ થઇ છે.

Related posts

FPI ने दिसंबर में चार कारोबारी सत्रों में भारतीय बाजारों में 17,818 करोड़ रुपए डाले

editor

સતત પાંચમાં દિવસે પેટ્રોલ અને ડિઝલ કિંમત ઘટી

aapnugujarat

રાંચી જેલમાં લાલૂને માળીનું કામ મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1