Aapnu Gujarat
ताजा खबरव्यापार

વેચવાલી વચ્ચે સેંસેક્સમાં ૪૯૫ પોઇન્ટનો કડાકો

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૪૯૫ પોઇન્ટ અથવા તો ૧.૨૬ ટકા ઘટીને ૩૮૬૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો. યશ બેંકના શેરમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો. ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો હતો. ૩૧ પૈકી ૨૫ શેરમાં આજે મંદી રહી હતી જ્યારે પાંચ શેરમાં તેજીનો માહોલ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ઇન્ડેક્સમાં ૧૫૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૧૫૯૪ રહી હતી. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૨૩૫ પોઇન્ટનો અથવા તો ૧.૫૩ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૧૪૧ રહી હતી. સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૮૦૪ રહી હતી તેમાં ૧.૪૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. વૈશ્વિક શેરબજારમાં મંદીના માહોલ વચ્ચે તેલ કિંમતોમાં ૩ ટકાનો તીવ્ર ઉછાળો નોંધાઈ ચુક્યો છે. એશિયન શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો જ્યારે દક્ષિણ કોરિયાના કોસ્પીમાં ૦.૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. જાપાનના નિક્કીમાં નજીવો ફેરફાર રહ્યો હતો. દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશનના શેરમાં ૧૧ ટકાનો ઘટાડો રહેતા તેની કિંમત ઘટીને ૧૪૦ સુધી પહોંચી હતી. રેટિંગ એજન્સી દ્વારા નેગેટિવ ચિત્ર રજૂ કરવામાં આવ્યા બાદ તેના શેરમાં ગુરુવારના દિવસે આઠ ટકાનો ઘટાડો થઇ ગયો હતો. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટમાં ખૂબ સારો દેખાવ રહ્યો હતો. બંને ચાવીરૂપ ઈન્ડેક્સમાં આશરે એક ટકાનો ઉછાળો રહ્યો હતો. પસંદગીના હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ટીસીએસ અને ટાટા મોટર્સના શેરમાં ઉછાળો નોંધાયો હતો. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ક્રમશઃ ૩૯૪૮૭ અને ૧૧૮૫૬ની સપાટી જોવા મળી હતી. જાણકાર લોકો એમ પણ માની રહ્યા છે કે ચુંટણીની અસર પણ જોવા મળી રહી છે.
ચુંટણી પરિણામ ૨૩મી મેના દિવસે જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહી શકે છે. ચુંટણી પુરી ન થાય ત્યાં સુધી દબાણની સ્થિતિ રહેશે. મોટાભાગના લોકો માની રહ્યા છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ફરી સત્તામાં આવશે . એફપીઆઈ પ્રવાહની ચર્ચા પણ જોવા મળી રહી છે. એપ્રિલ મહિનામાં હજુ સુધી એફપીઆઈ દ્વારા જંગી નાણાં ઠાલવવામાં આવ્યા છે. રૂપિયાની દિશા કેવી રહેશે તેના ઉપર પણ રોકાણકારોની નજર રહેશે. સાપ્તાહિક આધાર ઉપર છેલ્લા સપ્તાહમાં રૂપિયો ૧૮ પૈસા ઘટી ગયો હતો. વૈશ્વિક સ્તેર પણ ઘટનાક્રમ જોવા મળશે. બેંક ઓફ જાપાનની બેઠક આજે મળી રહી છે. ગુરૂવારના દિવસે વ્યાજદરના સંદર્ભમાં પરિણામ જાહેર કરાશે.વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલ મહિનામાં હજુ સુધી ભારતીય મૂડી માર્કેટમાં ૧૧૦૧૨ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. વૈશ્વિક સ્તર પર લિક્વિડિટીની સ્થિતિને લઈને માહોલ સુધરી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે વિદેશી મૂડીરોકાણકારોએ અગાઉના બે મહિનામાં જંગી નાણા ઠાલવ્યા હતા જે પૈકી ફેબ્રુઆરી મહિનામાં ૧૧૧૮૨ કરોડ રૂપિયા અને માર્ચ મહિનામાં ૪૫૯૮૧ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. તે પહેલા જાન્યુઆરી મહિનામાં મૂડી માર્કેટમાંથી એફપીઆઈ દ્વારા ૫૩૬૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. ડિપોઝીટરી ડેટામાં જણાવવામાં આવ્યું છે કે પહેલીથી ૧૬મી એપ્રિલ વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ઈક્વિટીમાં ૧૪૩૦૦.૨૨ કરોડ રૂપિયા ઠાલવ્યા છે

Related posts

જાન્યુઆરીમાં સર્વિસ PMI ૩ મહિનાની નીચી સપાટી પર

aapnugujarat

દક્ષિણ ભારતનાં હોટલ-રેસ્ટોરાંનો જીએસટી સામે વિરોધ

aapnugujarat

FPI દ્વારા ત્રણ સપ્તાહમાં ૪૦૦૦ કરોડ રોકાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1