Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

નિતિન ગડકરીએ ઉમેદવારીપત્ર ભર્યું : ૫ વર્ષમાં વાર્ષિક આવક૧૪૦ ટકા વધી

કેન્દ્રિય માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીની વાર્ષિક આવક પાંચ વર્ષના ગાળામાં ૧૪૦ ટકા સુધી વધી ગઇ છે. નાગપુરમાંથી ભાજપના ઉમેદવાર નિતિન ગડકરીએ સોમવારના દિવસે તેમની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર દાખલ કરવામાં આવ્યા બાદ ૨૦૧૭-૧૮માં તેમની વાર્ષિક આવક ૬.૪ લાખ રૂપિયા રહી હતી. પાંચ વર્ષ પહેલા (૨૦૧૩-૧૪) ગડકરીની વાર્ષિક આવક ૨.૭ લાખ રૂપિયા હતી. સૌથી મોટો ઉછાળો તેમની સંપત્તિમાં વર્ષ ૨૦૧૪-૧૫માં આવ્યો હતો. એ વખતે તેમની આવક વધીને છ લાખ રૂપિયા થઇ ગઇ હતી. ત્યારબાદથી તેમની આવક લગભગ સ્થિર રહી છે. તેમના પત્નીની આવકમાં આશરે ૧૦ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં તેમની આવક ૪.૬ લાખ રૂપિયા હતી. જે વર્ષ ૨૦૧૭-૧૮માં વધીને ૪૦ લાખ રૂપિયા થઇ ગઇ છે. પહેલી વખત ઉમેદવારોને છેલ્લા પાંચ વર્ષમાં આઇટી રિટર્નમાં ઘોષિત આવકની વિગત આપવા માટે કહેવામાં આવ્યુ છે. ગડકરીની કુલ સંપત્તિ આશરે ૬.૯ કરોડની આસપાસની છે જેમાં ૧.૯૬ કરોડ રૂપિયાની પૈતૃક સંપત્તિ પણ સામેલ છે. ગડકરીની પત્નીની પાસે હવે ૭.૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે. વર્ષ ૨૦૧૪ની તુલનામાં તેમની સંપત્તિમાં ૧૨૭ ટકા સુધીનો વધારો થયો છે. ગડકરીની પાસે વર્લીમાં એક ફ્લેટ છે. વર્ષ ૨૦૧૪માં તેની કિંમત ૩.૭૮ કરોડ રૂપિયા હતી જે હવે ૪.૨૫ કરોડ રૂપિયા થઇ ગઇ છે. તેમની પાસે ૨૨ લાખ રૂપિયાની જ્વેલરી પણ છે. ગડકરીનીપાસે એક એમ્બેસેડર કાર છે જેની કિંમત ૧૦ જાર રૂપિયા દર્શાવવામાં આવી છે. જ્યારે ૨૦ લાખ રૂપિયાની એક હોન્ડા કાર પણ છે. તેઓએ ૧૪.૨ લાખ રૂપિયા કારોબારમાં પણ લગાવી દીધા છે. તેમની પર્સનલ લોન ૨૦૧૪માં ૧.૩ કરોડ રૂપિયાથી વધીને ૧.૫૭ કરોડ સુધી પહોંચી છે.

Related posts

देश की अर्थव्यवस्था को ICU में बताते हुए सिब्बल ने SC पर उठाए सवाल

aapnugujarat

Over 6,800 bank fraud cases involving unprecedented 71,500 cr reported in 2018-19: RBI

aapnugujarat

12 साल से कम उम्र की बच्चियों के साथ दुष्कर्म केस में 2 महीने में शुरू हो ट्रायल : गृहमंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1