Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

હવાઈ હુમલા વેળા ભારતમાં પણ વિરોધી આઘાતમાં હતા : મધ્યપ્રદેશમાં વિજય સંકલ્પ રેલીમાં કોંગ્રેસ પર પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રેદશના ધારમાં ભારતીય જનતા પાર્ટીની વિજય સંકલ્પ રેલીને સંબોધી હતી. આ ગાળા દરમિયાન મોદીએ નામ લીધા વિના કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહ ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, આ વ્યક્તિએ પુલવામા હુમલાને દુર્ઘટના ગણાવીને તમામ લોકોને ચોંકાવી દીધા છે. મોદીએ કહ્યું હતું કે, આજ લોકો ઓસામા બિન લાદેનને શાંતિદૂત માનતા હતા. કોંગ્રેસના અનેક નેતા હવાઈ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓ અને હુમલાને લઇને માહિતી માંગી રહ્યા છે. દિગ્વિજયસિંહ દ્વારા પણ પુરાવા માંગવામાં આવ્યા હતા. આને લઇને નામ લીધા વિના દિગ્વિજયસિંહ ઉપર મોદીએ પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, જે પાર્ટીનું દેશના સૌથી લાંબા સમય સુધી શાસન હતું તે પાર્ટીના નેતાઓએ અમારી પરાક્રમી સેનાના હાથ બાંધીને રાખ્યા હતા. તેમના નેતા અમારા વીર જવાનોના સામર્થ્ય ઉપર સવાલ ઉઠાવે છે. આમા પણ મધ્યપ્રદેશના એક નેતા ખુબ આગળ નજરે પડી રહ્યા છે. આ નેતાએ પુલવામા હુમલાને દુર્ઘટના તરીકે ગણાવીને આશ્ચર્ય જગાવ્યું છે. તેમનું કહેવું છે કે, આ એક દુર્ઘટના હતી જે થઇ ગઇ હતી. મોદીએ કહ્યું હતું કે, દેશવાસી હવે આ બાબતને સારી રતે સમજી લે કે, આ પ્રકારના નેતાઓ આવા નિવેદન એમજ કરતા નથી પરંતુ આ તેમની માનસિકતા રહેલી છે. ત્રાસવાદીઓને બચાવવા માટે તેમના હુમલાને દુર્ઘટના ગણાવી દે છે. પુલવામામાં થયેલી ઘટના કોઇ અકસ્માત તરીકે ગણે તેવી ભુલ કરી શકે નહીં. નામદાર પરિવારના લોકો આ રીતે ટેવાયેલા છે. જે લોકોને ઓસામા બિન લાદેન શાંતિદૂત લાગતો હતો તે લોકો મુંબઈ હુમલામાં પાકિસ્તાનને ક્લીનચીટ આપી ચુક્યા છે અને તપાસને રોકવાના પ્રયાસ કરી ચુક્યા છે. દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, જ્યારે બાટલા હાઉસ એન્કાઉન્ટર થયું ત્યારે આવા જ એક વ્યક્તિએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, આતંકવાદીના મોત ઉપર રિમોટથી ચાલનારી સરકાર હોબાળો મચાવી રહી હતી. કોંગ્રેસની આ પ્રકારની માનસિકતા રહી છે. કોંગ્રેસ પાર્ટી આતંકવાદ સામે લડત લડી શકે છે તેવી કોઇ અપેક્ષા રાખી શકે નહીં. મોદીએ કહ્યું હતું કે, આજે સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઈ હુમલાને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. તેમની સરકારો હતી ત્યારે આ લોકો પાકિસ્તાનના કાર્યવાહી કરવાના બદલે શાંતિથી બેસ જતા હતા. માત્ર જવાનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા હતા. તેમનો ચહેરો ફરી એકવાર સપાટી ઉપર આવ ીગયો છે.
હવાઈ હુમલા પાકિસ્તાનમાં કરવામાં આવ્યા હતા પરંતુ ભારતમાં પણ કેટલાક લોકોને આઘાત લાગી ગયો હતો. વિપક્ષ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, વિપક્ષના લોકોના ચહેરાને મહામિલાવટ તરીકે સરળતાથી જોઈ શકાય છે.

Related posts

મોદી જેવા નબળા વડાપ્રધાન તો લાઈફમાં જોયા નથી : પ્રિયંકા

aapnugujarat

કર્ણાટકના મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સમાં જ સુઈ ગયા

aapnugujarat

पुरे देश में लागु होगा NRC : अमित शाह

aapnugujarat

Leave a Comment

UA-96247877-1