Aapnu Gujarat
ताजा खबरव्यापार

દેશમાં ડિસેમ્બર સુધીમાં ૮.૭૪ લાખ કરોડનું ડાયરેક્ટ ટેક્સ કલેકશન, ૧૪.૧%નો ગ્રોથ

ચાલુ નાણકીય વર્ષમાં એપ્રિલ-ડિસેમ્બરના ગાળામાં ડાયરેકટ ટેક્સ કલેકશન ૧૪.૧૦ ટકાથી વધીને ૮.૭૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
નાણાંકીય મંત્રાલયે  આ માહિતી આપી છે. આ દરમિયાન ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે ૧.૩૦ લાખ કરોડ રૂપિયાનું રિફન્ડ આપ્યું છે. આ રિફન્ડ ગત વર્ષના આ ગાળાની સરખામણીમાં ૧૭ ટકા વધુ રહ્યું છે. આ ગાળા દરમિયાન એડવાન્સ ટેકસ કલેકશન પણ ગત વર્ષના આ ગાળાની સરખામણીમાં ૧૪.૫૦ ટકાથી વધીને ૩.૬૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૮ સુધીના ડાયરેકટ ટેકસ કલેકશનના શરૂઆતના આંકડાઓ પરથી એ ખ્યાલ આવે છે કે તે ગત વર્ષના આ ગાળાની સરખામણીમાં ૧૪.૧૦ ટકા વધી ૮.૭૪ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. રિફન્ડ બાદ પ્યોર ટેકસ કલેકશન ૧૩.૬૦ ટકાના વધારા સાથે ૭.૪૩ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ચાલું નાણાંકીય વર્ષના બજેટમાં ૧૧.૫૦ લાખ કરોડ રૂપિયાના પ્યોર ડાયરેકટ ટેકસ કલેકશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ રીતે અત્યાર સુધીના બજેટ લક્ષ્યનો ૬૪.૭૦ ટકા ટેકસ પ્રાપ્ત થયો છે. કોર્પોરેટ ટેકસમાં ૧૪.૮ ટકા અને વ્યક્તિગત ઇન્કમ ટેકસમાં ૧૭.૨ ટકાની વૃદ્ધિ થઈ છે. રિફન્ડ બાદ કોર્પોરેટ ટેકસમાં ૧૬ ટકા અને વ્યક્તિગત ઇન્કમ ટેકસમાં ૧૪.૮ ટકાનો પ્યોર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં જીડીપીની સરખામણીમાં ડાયરેક્ટ ટેકસ કલેકશન ૫.૯૮ ટકા રહ્યું છે. આ વધારો ૧૦ વર્ષમાં સૌથી વધુ છે. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જીડીપી-ડાયરેકટ ટેક્સ રેશ્યો ૨૦૧૬-૧૭માં ૫.૫૭ ટકા, ૨૦૧૫-૧૬માં ૫.૪૭ ટકા રહ્યો છે.

Related posts

કુલભુષણ જાધવ કેસ મામલે આઈસીજેમાં ભારત ૧૭ એપ્રિલે જવાબ રજુ કરશે

aapnugujarat

भारतीय मजदूर संघ ने बजट को निराशाजनक बताया

aapnugujarat

आतंक को रोकने में पाक असमर्थ, कभी भी हो सकता है ब्लैकलिस्ट : रक्षा मंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1