Aapnu Gujarat
व्यापार

નોટબંધી અને જીએસટીને પગલે અનેક લોકો થયા નોકરી વિહોણાં : સર્વે

ઓલ ઇન્ડીયા મેન્યુફેક્ચર્સ ઓર્ગેનાઇઝેશન (એઆઇએમઓ)એ પોતાના નવા સર્વે રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૪ બાદ વિભિન્ન ક્ષેત્રોના વેપારી અને ઉદ્યોગ ધંધા પ્રભાવિત થયા છે. નોટબંધી અને જીએસટી લાગૂ કર્યા બાદ વિભિન્ન ક્ષેત્રોના વેપારી અને ઉદ્યોગ ધંધા પ્રભાવિત થયા છે. એઆઇઇએમઓ ૩ લાખથી વધુ સૂક્ષ્મ, નાના અને મધ્યમ અને મોટાપાયે ઉદ્યોગો પ્રતિનિધિત્વ કરે છે. એઆઇએમઓએ દેશભરમાં ૩૪,૭૦૦ વેપારીઓ અને એમએસએમઇના સેમ્પલ સર્વે કર્યા બાદ પોતાનો રિપોર્ટ આપ્યો છે. ટ્રેડર્સ અને માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ટરપ્રાઇઝેઝ (એમએસએમઇ)એ વર્ષ ૨૦૧૪થી દેશમાં સતત નોકરીઓમાં અને ફાયદામાં ઘટાડાની વાત કહી છે. નોટબંધી અને જીએસટી લાગૂ કર્યા બાદ સ્થિતિ વધું વણસી હોવાનું તેમાં જણાવવામાં આવ્યું છે.
સર્વેમાં એઆઇએમઓએ વેપારી અને એમએસએમઇની ખરાબ હાલત ગંભીર હોવાના સંકેત આપ્યા છે. આ કેંદ્ર સરકારને યાદ અપાવે છે કે આ ક્ષેત્રને બહાર કાઢી તેની હાલત સુધારવા માટે તેને ખૂબ વધુ ગંભીરતા સાથે કામ કરવું પડશે અને સક્રિયતા બતાવવી પડશે. એઆઇએમઓના સૂત્રોનું કહેવું છે કે આ સર્વેથી ખબર પડે છે કે ૨૦૧૪ બાદ દેશભરમાં વેપારીઓના ઓપરેશન પ્રોફિટમાં લગભગ ૭૦ ટકા સુધી ઘટાડો આવ્યો છે.રિપોર્ટમાં ટ્રેડર સેગમેન્ટ (વેપાર શ્રેણી)માં ૪૩ ટકા જ્યારે માઇક્રો સેગમેન્ટ (સૂક્ષ્મ શ્રેણી)માં ૩૨ ટકા નોકરીઓના ઘટાડાની વાત કહેવામાં આવી છે. આ ઉપરાંત સ્મોલ સેગમેન્ટ (લઘુ શ્રેણી)માં આ ઘટાડો ૩૫ ટકા છે અને મીડિયલ સ્કેલ ઉદ્યોગોમાં ૨૪ ટકા નોકરીઓનો ઘટાડો છે. આ ખૂબ મોટું નુકસાન છે, તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત છે કારણ કે વેપાર અને એમએસએમઇના ઘણા ક્ષેત્રોમાં થયેલા નુકસાનની સ્થિતિમાંથી બહાર થઇ ચૂક્યું છે.

Related posts

ઝાયડસે કોવિડ-19ની દવાનો આજે પહેલો ડોઝ આપવામાં આવ્યો

editor

SBI के प्रबंध निदेशक दिनेश कुमार खारा का कार्यकाल दो साल बढ़ा

aapnugujarat

तमिलनाडु में ऑनलाइन गेम्स पर लगेगा बैन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1