Aapnu Gujarat
गुजरात

વડોદરા શહેર-જિલ્લામાં ફોટાવાળી મતદાર યાદીની સઘન સ્વરૂપે સંક્ષિપ્ત સુધારણાનો પ્રારંભ

ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના દિશાનિર્દેશો હેઠળ તા.૦૧/૦૯/૨૦૧૮ના રોજ ફોટાવાળી મતદાર યાદીના સંકલિત મુસદ્દાની પ્રસિદ્ધિની સાથે વડોદરા શહેર-જિલ્લામાં તા.૦૧/૦૧/૨૦૧૯ની લાયકાત તારીખને હાર્દમાં રાખીને મતદાર યાદીની સઘન સ્વરૂપે ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે નાગરિકો સોમવાર તા.૧૫/૧૦/૨૦૧૮ સુધી હક્ક દાવા અને વાંધાઓ રજુ કરી શકાશે. તા.૧૦/૦૯/૨૦૧૮ થી તા.૧૫/૦૯/૨૦૧૮ દરમિયાનના કોઇ એક દિવસે અને તા.૨૪/૦૯/૨૦૧૮ થી તા.૨૯/૦૯/૨૦૧૮ દરમિયાનના કોઇ એક દિવસે મતદાર યાદીના જે તે ભાગ સેકસનનું ગ્રામસભા/વોર્ડસભામાં વાંચન કરાશે. તા.૧૬/૦૯, ૩૦/૦૯ અને તા.૧૪/૧૦/૨૦૧૮ના રવિવારોના રોજ સંબંધિત બીએલઓઝ તેમના મતદાન મથકે ઉપસ્થિત રહેશે અને સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ કલાક સુધી હક્ક દાવા અને વાંધા અરજીઓનો સ્વીકાર કરશે. જેથી મતદારો તેમના મતદાન મથકે મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા, કમી કરાવવા, સુધારવા, સરનામા સુધારવા જેવી કામગીરીનો લાભ લઈ શકશે. તા.૩૦/૧૧/૨૦૧૮ પહેલા ડેટા એન્ટ્રી, ફોટો મર્જીંગ, સ્કેનીંગ અને ચેકલીસ્ટ ચકાસણી સહ હક્ક-દાવા અને વાંધાઓનો નિકાલ કરવામાં આવશે. તા.૦૩/૦૧/૨૦૧૯ પહેલા ડેટાબેઝ અદ્યતન કરવા, પુરવણી યાદી તૈયાર કરવા અને મતદાર યાદીના છાપકામની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. તા.૦૪/૦૧/૨૦૧૯ના રોજ ફોટાવાળી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવશે. નાગરીકોને તેનો બહોળો લાભ લેવા જણાવાયું છે.

Related posts

ડીસામાં પ્લાસ્ટિક મુક્ત ભારત – ઈકો ફ્રેન્ડલી. ગરબા શ્રી નવજીવન બી.એડ્‌. કોલેજ, ડીસા અને અર્બુદા વિદ્યાલયનાં સંયુક્ત ઉપક્રમે નવરાત્રિ મહોત્સવ યોજાયો

aapnugujarat

વાંચવા જેવો પ્રસંગ

aapnugujarat

અમદાવાદમાં ખાદી ગ્રામોદ્યોગ ભવન અને મ્યુઝિયમનો શિલાન્યાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1