Aapnu Gujarat
शिक्षा

મધ્યપ્રદેશમાં જાતિ આધારિત કરાયું સ્કૂલ રિઝલ્ટનું વર્ગીકરણ

મધ્યપ્રદેશના બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન (એમપીબીએસઈ) હાઈસ્કુલ અને ઈન્ટરમીડિએટનું રિઝલ્ટ જાતિ આધારિત વર્ગીકરણ કરીને મુશ્કેલીમાં પડી ગયું છે. ફક્ત તેનાથી વિદ્યાર્થીઓ અને માતા-પિતાએ જ નારાજગી વ્યક્તિ નથી કરી, પણ રાજ્યમાં ચૂંટણી નજીક હોવાને પગલે આ મામલા પર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ૧૪ મેએ રિપોટ્‌ર્સને અપાયેલી ઓફિસ્યલ રિઝલ્ટ કિટમાં સફળ પરીક્ષાર્થીઓને ચાર વર્ગો ઓબીસી, એસસી, એસટી અને જનરલમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. રિઝલ્ટ શીટ પર સ્પષ્ટ વર્ગવાર નિયમિત લખાયેલું હતું કે, કોંગ્રેસે તુરંત જાતિ આધારિત રિઝલ્ટ ડિક્લેર કરી દીધું. જોકે એમપીબીએસઈના ચેરમેન એસઆર મોહંતેએ કહ્યું કે તેવું વર્ગીકરણ વિદ્યાર્થીઓને મળવાના લાભોમાં સરળતા થાય તેના માટે કરાયું છે. તેમણે કહ્યું કે આ ડેટાથી કેન્ડીડેટ્‌સ સરળતાથી ઘણી યોજનાઓના લાભ લઈ શકશે.મોહંતેએ આ બાબત પર જોર આપ્યું કે એમ બોર્ડ જ એક માત્ર એવું બોર્ડ નથી જે આ રીતે રિઝલ્ટમાં વર્ગીકરણ કર્યું છે. તેમણે કહ્યું, જાતિ આધારિત રિઝલ્ટ શું થઈ શકે છે. મને તો સમજણમાં નથી આવતું કે આ પ્રકારનું વર્ગીકરણ વિદ્યાર્થીઓને તે યોજનાઓનો સરળતાથી લાભ અપાવવા માટે અપાયું અને અમે આ લાંબા સમયથી કરતા રહ્યા છીએ. તેને વગર કોઈ કારણે ખેંચવામાં આવી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ જાતિને લઈને હાલમાં જ કેટલાક અસમાન્ય સમયનો સામનો કરવો પડ્યો હતો જ્યારે એક ઓબીસી વિદ્યાર્થીએ એસસી-એસટી વિદ્યાર્થી પ્રત્યે પૂર્વગ્રહ અંગે તેમને સવાલ કર્યો હતો. વિદ્યાર્થીએ કહ્યું હતું કે, તેને ટોપ ૮૦ વિદ્યાર્થીઓમાં સ્કોર કર્યા છતાં પણ ફ્રિ લેપટોપ ન મળ્યું, જ્યારે તેના એક એસસી દોસ્તને સરકાર તરફથી ફ્રી લેપટોપ મળ્યું જ્યારે તેનો સ્કોર પણ ઓછો આવ્યો હતો.

Related posts

અમદાવાદ શહેરનું ૬૧૭૯, ગ્રામ્યનું ૬૧.૧૪ ટકા રિઝલ્ટ

aapnugujarat

कक्षा-१ से ८ में (NCERT) का कोर्स पढाया जायेगा

aapnugujarat

इंजीनियरिंग -फार्मसी में प्रवेश के लिए ऑनलाइन रजिस्ट्रेशन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1