Aapnu Gujarat
ब्लॉग

દેશનો વિકાસ શિક્ષણ વિના શક્ય નથી

ઈતિહાસ તપાસીએ તો ખ્યાલ આવે છે કે એક સદી પહેલાંના આપણા દેશના નેતાઓ અને વિચારકો આપણને શિક્ષિત કરવા માગતા હતા. એ બધા જ ઉચ્ચ શિક્ષણ મેળવીને નેતાગીરીમાં આવ્યા હતાં. તેમને ખબર હતી કે શિક્ષણ અને જ્ઞાન જ સૌથી મોટું શસ્ત્ર બની રહેશે. સમાજનો વિકાસ કરવો હોય, દેશનો વિકાસ કરવો હોય કે પોતાની જાતનો વિકાસ કરવો હોય, શિક્ષણ વિના એ શક્ય જ નથી.ગાંધીજીના સામયિક હરિજનબંધુમાં પહેલી જાન્યુઆરી ૧૯૫૦નાં અંકમાં એ સમયના મદ્રાસનાં અખબાર ધી મેઈલમાંથી ટપકાવેલા સમાચાર છે, મિસીસ એ.વી.એન. કોલેજનાં વિદ્યાર્થીઓએ દિવાન બહાદુર ડી. શ્રીરામશાસ્ત્રીના પ્રમુખપદ હેઠળ કોલેજનો ર્વાષિક દિન ઉજવ્યો. એ પછી રવિવારે કોલેજમાં વિદ્યાર્થિની દિન ઉજવાયો.હરિજનબંધુના જ ૨૩ સપ્ટેમ્બર ૧૯૫૦નાં અંકમાં સમાચાર છે, થાણે જિલ્લાનાં ચીંચણ ગામમાં ત્રીજા, ચોથા ધોરણથી ગુજરાતી વિદ્યાર્થીઓને મરાઠી ભાષાનું શિક્ષણ ફ્રજિયાત બનાવવામાં આવ્યું. દરેક રાજ્યનાં લોકોને પાડોશી પ્રાંતની ભાષાનું શિક્ષણ આપવું જ જોઈએ એવી ભલામણ પણ કરવામાં આવી.૧૭ ફ્‌ેબ્રુઆરી ૧૯૫૧નાં સમાચાર છે, લાંબા સમય પછી કોંગ્રેસ મહાસમિતિની બેઠક અમદાવાદમાં ભરાઈ તેમાં કોંગ્રેસી બનવા માટે ખાદી પહેરવી અને ગાંધીટોપી પહેરવાનું ફ્રજિયાત બનાવવાની વાતે રાજસ્થાનનાં ગોકુળભાઈ ભટ્ટે કહ્યું, ગાંધી ટોપીથી વધારે મોટી વસ્તુ તેની નીચેનું માથું છે. માથા પરની ટોપી તો ફ્‌ેશન બની રહેશે, પરંતુ માથાની અંદર ગાંધીમાનસ હોય એ જરૂરી છે.
એ સમયે અંગ્રેજો સામે આઝાદીની લડતની સાથે સમાજ કલ્યાણના સેંકડો કામ પણ કરવામાં આવ્યા હતા. એમાં મહિલાઓ માટે અમદાવાદમાં સ્ત્ર્રી અધ્યાપન મંદિરની સ્થાપના મહત્ત્વની છે. અમદાવાદ સહિત ઠેર ઠેર દલિત બાળકો માટે પણ શિક્ષણની જોગવાઈ કરવામાં આવી હતી. આ બધા સમાચાર સ્પષ્ટ રીતે પુરવાર કરે છે કે એ જમાનાનાં શિક્ષણના મહત્ત્વને સમજી ચૂકેલા નેતાઓ દેશના નાગરિકોને શિક્ષિત કરવા માંગતા હતા.એ જમાનાના બાળક તથા વિદ્યાર્થી અને આજનાં વડીલોને જોઈએ તો ખાતરી થાય કે એમના માથામાં શિક્ષણની વાત બરાબર બેસી ગઈ હતી. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. માથામાં શિક્ષણના વિચારો દેખાતાં નથી બધાને ડિગ્રીરૂપી ટોપીની જ પડી છે. ડિગ્રી મળે તો નોકરી મળે, લગ્ન થઈ જાય અને જીવન થાળે પડી જાય.પછી ભલે જ્યાં નોકરી મળે ત્યાં અણઆવડતનાં જોરે થાળો જ ભાંગી પડતો રહે. શિક્ષણના વિચાર જ માથામાં જન્મતાં નથી તો સતત શિક્ષણની તો વાત જ કર્યાં રહી!
સદભાગ્યે શિક્ષણની ચિંતા કરનારા ભલે આંગળીનાં વેઢે ગણાય એટલા છે, પરંતુ છે ખરા. એ સિવાયના વિદ્યાર્થીઓ વિદ્યાને બદલે ગોખણપટ્ટી કરીને કામ ચલાવતા. ઘણાં તો ગોખણપટ્ટી કરવામાં થાકી જતા જણાય છે. તેમને સીધું સર્ટિફ્કિેટ જ જોઈતું હોય છે.
આ વૃત્તિ આઝાદીનાં સમયથી જ આપણામાંના ઘણા માથાંઓમાં વ્યાપેલી છે. આજે એનો વિકાસ થયો છે. પરિણામે આપણા દેશમાં સગાં-વહાલાં, ઓળખીતા-પાળખીતાનાં ચલણ ચાલ્યાં છે. આગળ કહ્યું તેમ ભલે પ્રમાણમાં ઓછા, પરંતુ ખરેખરા બુદ્ધિશાળી અને વિચક્ષણ વિદ્યાર્થીઓ પણ હંમેશાં આવતા રહ્યા છે. એ લોકો સાચા અર્થમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી પરમ તેજ પ્રસરાવતા રહ્યાં. તેઓ શિક્ષણના અજવાળે પોતાનો ઉદ્ધાર કરતાં રહ્યાં, પોતાના પરિવારનો ઉદ્ધાર કરતા રહ્યાં, દેશનો ઉદ્ધાર કરવાની મથામણ કરતા રહ્યાં.
પછીથી પરિવારનો ઉદ્ધાર કરવામાં સગાંવાદની જંજાળમાં એમનો પગ ફ્સાઈ જાય અને આજીવિકાની તક જ ન મળે, વિકાસનું ગળું રૃંધાય ત્યારે એમાંના ઘણાંખરા વિદેશગમન કરતા રહ્યા. વર્ષો સુધી આ બ્રેઈન ડ્રેઈન ચાલ્યું. એવા આપણા વિદ્યાર્થીઓના પ્રભાવથી યુરોપ-અમેરિકા જેવા દેશો ઉદ્ધાર કરતાં રહ્યાં. તમામ અડચણો છતાં આપણા દેશમાં જ રહી ગયેલા લોકો આપણા દેશમાં ‘આપણા’ માણસોનો જયજયકાર કરી માન-ચંદ્રક એનાયત કરી ભારતની ભવ્ય સાંસ્કૃતિક વારસાના ગીત ગવાતા જોતા રહ્યા. પરંતુ આજે સ્વતંત્રતા દિવસે આપણે માત્ર વિચાર નહીં, ગહન ચિંતન કરવાની જરૂર છે કે શું આ જ છે આપણી સંસ્કૃતિ? શું આવો હોઈ શકે આપણો સાંસ્કૃતિક વારસો? આ વાત અને આ પ્રશ્નો મોઢામાં કડવાશ લાવી દેશે, પરંતુ કોઈ રોગ સમગ્ર અસ્તિત્ત્વમાં પ્રસરીને સમૂળગો નાશ ન કરી દે એ માટે કડવી દવા સમયસર લેવી જરૂરી હોય છે. ગોખણપટ્ટી, ટયુશન, આઈએમપી, ઓળખાણ, પેપરલીક, કાપલી, ગ્રેસના માર્કપ, આ આપણી સંસ્કૃતિ ન હોવી જોઈએ. કારણ કે આ તો વિનાશકારી માર્ગ છે.વિનાશનાં બદલે વિકાસ કરવો હોય તો સમાજમાંથી ‘આપણા’ લોકોને વીણી કાઢવા પડે. સ્થિતિ એવી છે કે એ કામ પણ મુશ્કેલ છે. ઘઉંમાં કાંકરા હોય તો સહેલાઈથી વીણી કઢાય, અહીં તો કાંકરામાં ઘઉં છે. બધા કાંકરા વીણવામાં તો યુગ વીતી જશે. એટલે કાંકરામાંથી ઘઉં વીણી લેવા પડશે. એ કામ પણ મુશ્કેલ છે, પરંતુ કરવું પડશે. આપણે બધા નાગરિકોએ જ કરવું પડશે. નહિતર શિક્ષણ અને જ્ઞાનની સાર્થકતા ઓગળી જશે.શિક્ષણ અને જ્ઞાન પ્રત્યે જ્યારે આપણી પ્રતિબદ્ધતા ઓગળી જાય તો દેશ અને સમાજ પછાત બનવા લાગે. પછી આપણે ભવ્ય ભૂતકાળનાં નશામાં જ જીવવું પડે. એક સમયે, હજારો વર્ષ પહેલાં આ વિશ્વને ટેક્નોલોજીનાં પાયાના એકમો આપવામાં આપણે અગ્રેસર હતા, એ નક્કર હકીકત છે. આજે છીએ એવા પ્રમાદમાં પડીને ભ્રામક વિકાસ અને મોભાની શતરંજમાં અટવાયેલા રહીને આપણે પછાત થઈ ગયા એ પણ નક્કર હકીકત છે. બીજી નક્કર હકીકત એ પણ છે કે અવકાશ અને યુદ્ધ વિજ્ઞાનનો પાયો નાંખનાર વિસ્ફેટકો ચીને શોધ્યા, ચલણી નોટો શોધી, જળમાર્ગની ટેક્નોલોજી શોધી, કેનાલો વિકસાવી. ત્યારપછી મોજશોખ અને અફ્‌ીણની મસ્તીમાં મદહોશ રહીને એ દેશ એના નાગરિકો સાવ પછાત બની ગયા એ પણ નક્કર હકીકત છે. એક જમાનામાં આરબો ખગોળવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનમાં સમગ્ર વિશ્વમાં અગ્રેસર બની ગયા હતાં એ પણ હકીકત છે. પછીથી પ્રમાદ અને અંદરોઅંદરની લડાઈથી એ લોકો પછાત બની ગયા એ પણ ઈતિહાસનાં ચોપડે નોંધાયેલી હકીકત છે.
ઈતિહાસની આ હકીકતો એક જ બોધપાઠ આપે છે. જો આપણે આપણી સંસ્કૃતિને પતનની ખાઈમાં ગરકાવ થતી રોકવી હોય તો આપણે નાગરિકોએ આપણા યુવાનો, બાળકો અને વિદ્યાર્થીઓને શિક્ષણ, સાચું શિક્ષણ એટલે કે સતત નવું ચિંતન કરનારું, નવા અખતરા કરનારું શિક્ષણ લેવા પ્રેરણા મળે એવું કંઈક કરવાની જરૂર છે. પૈસાને બદલે શિક્ષણને, જ્ઞાનને મહત્ત્વ આપવાનું ચાલું કરવું પડશે. તો જ યુવાનો અજ્ઞાનની ગુલામીમાંથી આઝાદ થઈ પરમ તેજની દિશામાં વિકાસની કૂચ કરી શકશે. ?

Related posts

क्या अमेरिका चीन से युद्ध के लिए भारत को जरीया बनाना चाहता है….?

editor

‘ઈસરો’ની અવિરત આગેકૂચ

aapnugujarat

आयुर्वेद और एलोपेथी का मिलन

editor

Leave a Comment

UA-96247877-1