Aapnu Gujarat
Uncategorized

તબીબોની સારવાર રંગ લાવી, ઘટ્યું ગુજરાતની 2 ફેમસ સુમો બેબીઝનું વજન

ઉનાના વાજડી ગામની સુમો બેબી પર હવે બેરીયાટીક સર્જરી કરવામા આવી છે. સુમો બેબી પર પહેલા સરકારી ખર્ચે અમદાવાદ સિવિલમાં 28 દિવસ સારવાર થઈ ચૂકી છે, પરંતુ ત્યારબાદ પણ કોઈ વિશેષ ફરક ન પડતા હવે તેની પર બેરીયાટીક સર્જરી કરી સ્ટમક કેપિસિટી 70 ટકા જેટલી ઓછી કરવામા આવી છે.

ઉનાના વાજડી ગામના રહેવાસી એવા રમેશભાઈ અને તેમના પરિવારમાં બે સુમો બેબી છે. જેમાં સાડા 6 વર્ષની દીકરીનું નામ અમીશા છે, અને સાડા 8 વર્ષની દીકરીનું નામ યોગિતા છે. બંન્ને દીકરીઓની નોર્મલ ડીલેવરી થઈ, પરંતુ ડિલિવરીના 3 મહીના બાદ જ તેમના શરીરમા અસાધારણ ફેરફાર નોંધાયા હતા. બંનેને ગમે તેટલું જમવાનું આપો તો પણ તેમની ભૂખ સંતોષાતી ન હતી. તેમનામાં જિનેટીક સમસ્યા હતી કે, જેના કારણે તેમની ભુખ સંતોષાતી જ ન હતી. પરિણામે આ સુમો બેબી તેમના વાલીઓ કરતા પણ ચાર ગણુ વધારે ખાઈ જતી હતી.

અસાધારણ ખોરાક ધરાવતી આ સુમો બેબીઝનુ વજન પણ અસાધારણ રીતે વધી રહ્યું હતું. અનેક હોસ્પિટલોમાં તેમની સારવાર થઈ ચુકી છે. પરંતુ પોઝિટીવ પરિણામ મેળવી શકાતું ન હતું. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલની સરકારે મીડિયામં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ ઈનિશીયેટિવ લઈને તેમની સારવારની જવાબદારી લીધી. આમ અમદાવાદ સિવિલમાં બંને સુમો બેબીની સારવાર શરૂ થઈ હતી. 28 દિવસ સુધી ચાલેલી સારવારને અંતે 2 થી અઢી કિલો જેટલો ફરક તેમના વજનમાં પડ્યો છે. ડાયટ આધારિત સારવારનુ ધાર્યુ પરિણામ ન મળી શક્યુ અને પરિવારે બાદમાં એશિયન બેરીયાટ્રીક ઓબેસીટી સેન્ટરની મુલાકાત લીધી. અહી સુમો બેબીની દુરબીનની મદદથી બેરીયાટીક સર્જરી કરવામા આવી છે અને તેમનું હંગર હોર્મોન ઓછું કરવાનો નિર્ણય લીધો છે. સુમો બેબીની સ્ટમકની કેપીસીટી ઓપરેશન કરી 70 ટકા ઓછી કરવામા આવી છે.

રીપોર્ટ મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

વેરાવળ ખાતે એસ.વી.એસ.કક્ષાના યોજાયેલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૪૫ કૃત્તિઓ રજૂ કરી હતી

aapnugujarat

લીંબડી પોલીસે ત્રણ યુવકોને ફટકાર્યા

editor

બાપા સીતારામ મંડળનાં સભ્યો સોમનાથ મંદિરનાં પરિસરની સાફ-સફાઈમાં લાગ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1