Aapnu Gujarat
शिक्षा

રાજ્યભરમાં એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના લાગૂ કરાઈ

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ રાજયભરમાં મુખ્યમંત્રી એપ્રિન્ટસશીપ તાલીમ યોજના લાગુ કરવામાં આવી છે, જેને પગલે હવે રાજયના હજારો યુવાઓને રોજગારીનો માર્ગ મોકળો બન્યો છે. ભારત સરકાર દ્વારા એપ્રેન્ટિસશીપ તાલીમને પ્રમોટ કરવા માટે નેશનલ એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના લાગુ કરવામાં આવી, જે અંતર્ગત ગુજરાત સરકારે પણ રાજયમાં તેની અમલવારી શરૂ કરી છે. ગુજરાત સરકારના આ હકારાત્મક અને રચનાત્મક પ્રયાસને વધુ અસરકારક અને કારગત બનાવવાના હેતુથી ગુજરાત ટુરીઝમ દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાનો બહુ ઉપયોગી અને માર્ગદર્શક વર્કશોપ યોજાયો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્ટેકહોલ્ડર્સ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રવાસન નિગમના પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.જે.હૈદર અને મેનેજિંગ ડિરેકટર જેનું દેવને જણાવ્યું હતું કે, વિશ્વમાં ઉભી થતી ૧૧ રોજગારીની તકો પૈકી એક રોજગારીની તક પ્રવાસન ઉદ્યોગ થકી છે, જે દેશના જીડીપીમાં પણ બહોળો ફાળો ધરાવે છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનાને સાચા અર્થમાં સફળ બનાવવા ગુજરાત ટુરીઝમ કટિબધ્ધ છે. ગુજરાત પ્રવાસન હંમેશાથી સેમીસ્કીલ્ડ યુવાનોને ઇન્ટર્નશીપ આપતું જ રહ્યું છે અને હવે તે ઇન્ટર્નશીપ પ્રોગ્રામને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના અંતર્ગત આવરી લેવાશે, જેથી મહત્તમ યુવાઓ સુધી રોજગારીનો લાભ પહોંચી શકે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રવાસન ઉદ્યોગ એ એક સવાનો ઉદ્યોગ છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત પ્રવાસન અને હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝના મહત્તમ સંખ્યામાં લાભાર્થીઓને આવરી લેવાશે. ટુરીઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં કુશળ તાલીમ પણ એક મહત્વનો ભાગ છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજનામાં રાજયના મહત્તમ યુવાઓને રોજગારીનો લાભ મળે અને તેઓ કૌશલ્યપૂર્ણ તાલીમ મેળવે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગ ભગીરથ પ્રયાસો હાથ ધરશે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન પણ કરી લેવામાં આવ્યું છે. જેને અમલમાં મૂકવા માટે હોટલ માલિકો, ટુર ઓપરેટરો અને પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગ સાહસિકોને પણ અનુરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના અને નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન યોજનાનું સર્ટિફિકેટ ધરાવતાં તમામ લાભાર્થીઓને રોજગારીમાં અગ્રતા આપવામાં આવશે એમ પણ પ્રવાસન નિગમના પ્રિન્સીપાલ સેક્રેટરી એસ.જે.હૈદર અને મેનેજિંગ ડિરેકટર જેનું દેવને ઉમેર્યું હતું. ગુજરાતમાં રોજગાર ક્ષેત્રે અસરકારક ભૂમિકા ભજવવા અને સરકારના ઉમદા પ્રયાસને સફળ બનાવવાના હેતુથી યોજાયેલ આ વર્કશોપમાં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, સ્ટેક હોલ્ડર્સ વગેરે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

વિરમગામ તાલુકાના ગોરૈયા ગામમાં વિજ્ઞાન પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું

aapnugujarat

ધો.૧૧-૧૨ કોમર્સ કોર્સમાં જીએસટીનો સમાવેશ કરાશે

aapnugujarat

શિક્ષણની સાથે ઇતર પ્રવૃત્તિ દ્વારા સર્વાંગી વિકાસ કરાશે : સચિવ અશ્વિની કુમાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1