Aapnu Gujarat
खेल-कूद

ગુજરાત-સનરાઇઝ વચ્ચે આજે કાનપુરમાં જંગ થશે

હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૦માં ગુજરાત લાયન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ ખેલાનાર છે. કાનપુર ખાતે આ મેચ રમાનાર છે. આ મેચનુ પ્રસારણ સાંજે ચાર વાગ્યાથી કરવામાં આવનાર છે. ગુજરાતની ટીમ સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ છે. તે સાતમાં સ્થાને છે. ગુજરાતે હજુ સુધી ૧૩ મેચોમાં ચારમાં જીત મેળવ છે અને નવ મેચમાં તેની હાર થઇ છે. જો કે ગુજરાતની ટીમ આ મેચમાં સારો દેખાવ કરવાના પ્રયાસ કરશે. બીજી બાજુ સનરાઇઝ હૈદરાબાદની ટીમ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ છે.સનરાઇઝે હજુ સુધી ૧૩ મેચો રમી છે જે પૈકી તેની સાતમાં જીત થઇ છે અને પાંચમાં તેની હાર થઇ છે. તેને સ્પર્ધમાં રહેવા માટે આવતીકાલની મેચ જીતવી જ પડશે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. આઇપીએલ-૧૦ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આઇપીએલ-૧૦માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી રહી છે. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. મેચને લઇને ભારે રોમાંચ છે. મેચને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Related posts

ICC increases prize money for women’s tournament

aapnugujarat

હવે મેદાનમાં ઉતરવાની વધારે રાહ નથી જોઇ શકાતી : મયંક

editor

બુમરાહના યોર્કર સૌથી વધુ અસરકારક છે : અકરમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1