Aapnu Gujarat
ताजा खबरव्यापार

પીએનબી ફ્રોડમાં નિરવની ૧૪૫ કરોડની સંપત્તિ જપ્ત

સમગ્ર દેશને હચમચાવી મુકનાર પીએનબી ફ્રોડના મામલામાં તપાસ સંસ્થાઓએ તેમની તપાસ વધુ ઝડપી બનાવી છે. સીબીઆઈ, ઈડી અને આવકવેરા વિભાગ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગે નિરવ મોદીના ૧૪૫.૭૪ કરોડ જપ્ત કરી લીધા છે. આ ઉપરાંત આ ગ્રુપના ૧૪૧ બેંક ખાતા અને એફડી પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે. કૌભાંડના સંદર્ભમાં કોઈ વિવાદના ઉકેલ માટે નાણાં મંત્રાલય ટૂંક સમયમાં જ પંજાબ નેશનલ બેંકના ટોચના અધિકારીઓ અને અન્ય બેંકોના અધિકારીઓ સાથે બેઠક કરશે. કૌભાંડના પરિણામસ્વરૂપે ૧૧૪૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી થઈ ચુકી છે. આ ૧૧૪૦૦ કરોડની ચુકવણી કઈ રીતે કરવામાં આવે તેની લઈને મિટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. બીજી બાજુ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પીએનબી ફ્રોડ કેસમાં તમામ ચાર આરોપીને પાંચમી માર્ચ સુધી પોલિસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ ચાર આરોપીઓમાં વિપુલ અંબાણીનો પણ સમાવેશ થાય છે. મુંબઈમાં સીબીઆઈ કોર્ટ દ્વારા આજે આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ સુપ્રીમ કોર્ટે આજે ૧૧૪૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ કરતી જાહેર હિત અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણીને મોકુફ કરી હતી. કેન્દ્ર સરકારે નિરવ મોદીના ફરાર થવા અંગે અને સ્વતંત્ર તપાસની માંગ કરતી અરજીનો વિરોધ કર્યો હતો. આ મામલામાં ૧૬મી માર્ચના દિવસે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સીબીઆઈએ આજે મુંબઈ નજીક અલી બાગમાં નિરવ મોદીના ફાર્મં હાઉસને સીલ કરતા સકચાર મચી ગઈ હતી. બીજી બાજુ પુછપરછનો દોર યથાવત રીતે જારી રહ્યો છે.

Related posts

रैन्समवेयर वानाक्राई का तीसरा बडा शिकार भारत

aapnugujarat

સુષ્માએ મીરા કુમાર પર ઉઠાવ્યા સવાલ, સંસદની કાર્યવાહીનો વીડિયો જાહેર કરી લગાવ્યો આરોપ

aapnugujarat

મારી પાસેથી કોઇ ચમત્કારની આશા ન રાખતા : પ્રિયંકા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1