Aapnu Gujarat
व्यापार

ગ્રામીણ વપરાશમાં હાલ તરત વધારો નહીં થાય તેવા સંકેતો : બજેટમાં જાહેર પગલાની અસર હાલ તરત નહીં થાય

ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા માટેના હેતુસર બજેટમાં જાહેર કરવામાં આવેલા વિવિધ પગલાઓની અસર ટૂંક સમયમાં દેખાય તેવી શક્યતા ઓછી છે પરંતુ આની અસર બે ત્રિમાસિક ગાળા બાદ દેખાવવા લાગી જશે. ગ્રામીણ વિસ્તારમાં ખરીદીને લઇને પ્રોત્સાહન ટૂંક સમયમાં જ મળી શકે છે. ખેડૂતોની આવક વધારવા માટે બજેટમાં પગલા લેવામાં આવ્યા છે. જો કે, હાલમાં તરત તેન અસર દેખાઈ નથી. ગ્રામીણ વપરાશ તરત નહીં વધે પરંતુ બે ત્રણ સપ્તાહ બાદ તેમાં વધારો થાય તેવી શક્યતા છે. ગ્રામીણ વિસ્તારોમાં વેચવામાં આવતા દરરોજની વપરાશની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ પૈકીની મોટાભાગની ચીજવસ્તુઓ ગ્રામીણ વિસ્તારમાં વેચાય છે. આશરે ૮૦ કરોડ ભારતીય લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે જેથી કન્ઝ્‌યુમર ચીજવસ્તુઓ સાથે જોડાયેલી કંપનીઓ પણ ગ્રામીણ લોકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ખેડૂતોની આવકને વધારવા માટે પગલા લેવાયા બાદ કન્ઝ્‌યુમર કંપનીઓ ગ્રામીણ વિસ્તાર પર નજર કરી રહી છે. ૮૦ કરોડ લોકોની ખરીદી શક્તિ મુખ્યરીતે કૃષિ ઉત્પાદન પર આધારિત રહે છે. ગ્રામીણ માર્કેટમાં વપરાશ માટે બજેટમાં જાહેર કરવામાં આવેલા પગલા તરત અસર કરે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. આગામી નાણાંકીય વર્ષમાં બીજા ત્રિમાસિક ગાળા પહેલા ઇચ્છિત પરિણામ મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. ડાબર ઇન્ડિયાના મુખ્ય કારોબારી અધિકારી સુનિલ દુગ્ગલનું કહેવું છે કે, ગ્રામીણ માર્કેટ ડાબરના ૭૮૦૦ કરોડના ટર્નઓવર પૈકી અડધાની આસપાસ યોગદાન આપે છે. નાણામંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કરતી વેળા ખેડૂતો માટે કેટલીક યોજનાઓ જાહેર કરી હતી. લઘુતમ સમર્થન મૂલ્ય સહિત આ વર્ષે વિવિધ પગલા જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને તેમના પાક બદલ ખર્ચની ૧.૫ ગણી રકમ આપવાની વાત કરવામાં આવી છે. કૃષિ નિકાસને વધુ ઉદાર બનાવવા પગલા લેવાયા છે. કૃષિ સેક્ટર માટે ઇન્સ્ટીટ્યુશનલ ક્રેડિટમાં વધારો કરવામાં આવ્યો છે. ફૂડ પ્રોસેસિંગ માટેની ફાળવણી બે ગણી કરવામાં આવી છે. આ ઉપરાંત હેલ્થ પ્રોટેક્શન કવરેજમાં પણ ઉલ્લેખનીય ઉમેરો કરવામાં આવ્યો છે. કન્ઝ્‌યુમર ચીજવસ્તુઓ સાથે જોડાયેલી કંપનીઓનું કહેવું છે કે, બજેટમાં વિવિધ પગલા જાહેર કરાયા હોવા છતાં તેની તરત અસર ગ્રામીણ વપરાશના ચિત્રને ગુલાબી બનાવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. એફએમસીજીની ચીજવસ્તુઓ સાથેના ગ્રોથનો આંકડો ફરી ટ્રેક ઉપર આવે તેમાં નજર રાખવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. હાલના સમયની જરૂરિયાત એ છે કે, બજેટમાં જાહેર કરવામાં આવેલા પગલા લેવામાં આવે. બિસ્કીટ બનાવતી કંપની પારલે પ્રોડક્ટનું કહેવું છે ક,ે બજેટમાં જાહેર કરવામાં આવેલા પગલાને લાંબા ગાળાના ગ્રામીણ વિકાસનાને આગળ વધવા માટે વહેલીતકે અમલી કરવામાં આવે તે જરૂરી છે. પારલે ગ્રામીણ માર્કેટમાંથી તેના વેચાણ પૈકી અડધા વેચાણનો આંકડો મેળવે છે. ગ્રામીણ આવક હજુ પણ ઓછા પ્રમાણમાં છે. ઇન્કમટેક્સના સ્લેબ યથાવત રાખવાના કારણે આવકને ખર્ચ કરવા માટે લોકો આગળ આવી રહ્યા નથી. ગ્રામીણ ખર્ચમાં કોઇ નોંધપાત્ર વધારો થયો નથી. વર્ષ ૨૦૧૯માં જીડીપીના ૦.૬ ટકા ગ્રામીણ ખર્ચનો આંકડો રહેલો છે. એમએસપીમાં વધારો ફુગાવાને વધારા તરફ દોરી જશે. ઇન્ડસ્ટ્રી માર્જિનને પણ સીધીરીતે અસર કરશે. આ તમામ કારણો એવા છે જેના કારણે ગ્રામીણ વપરાશમાંમ વધારો જોવા મળશે.

Related posts

कच्चे तेल के दाम में बढ़ोत्तरी

aapnugujarat

जॉनसन एंड जॉनसन बेबी शैंपू की जांच में नहीं मिला फॉर्मलडिहाइड, कंपनी ने कहा- ग्राहकों से ज्यादा जरूर

aapnugujarat

જુલાઇ જીએસટી ડેડલાઇન પછી ફાઇલ કરવા પરની પેનલ્ટી માફ કરાઇ, ૨૧ લાખ વેપારીને લાભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1