Aapnu Gujarat
गुजरात

ઉદ્યોગો માટેની જમીનના કાયદામાં ધરખમ સુધારા લાવતું બિલ ટૂંક સમયમાં વિધાનસભામાં લવાશે

મુખ્ય સચિવ જે.એન.સિંહ ના નેતૃત્વમાં બનેલી કમિટીએ કરી સરકારને ભલામણ કરતાં ઉદ્યોગો માટેની જમીનના કાયદામાં ધરખમ સુધારા લાવતું બિલ ટૂંક સમયમાં વિધાનસભામાં લાવવામાં આવશે. જેને પગલે આગામી વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા આ બિલ રજૂ કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે.આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ બિલમાં જે સુધારા કરવામાં કરવામાં આવનારા છે તેમાં નિયત સમયમાં જો ઉદ્યોગોએ યુનિટ ઉભું નહીં કર્યું હોય તો જમીનને હોલ્ડ કરવાની મંજૂરી આપવા ભલામણ કરવામાં આવનારી છે. ઉદ્યોગના હેતુ માટે મેળવાયેલી જમીનમાં યુનિટ ચાલુ ન થયું હોય તો વસુલાતા પ્રીમિયમના દર ઘટાડવાની પણ વિચારણા કરવામાં આવી છે. ઉદ્યોગોને ફાળવેલી જમીનનો જો ૭ વર્ષમાં જમીનનો મૂળ ઉપયોગ ન થાય તો તેના પ્રીમિયમમાં જંત્રી શૂન્ય ગણવી અથવા ૨૦ ટકા પ્રીમિયમ લેવાની ભલામણ પણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. હાલના નિયમ અંતર્ગત ૪૦ થી ૧૦૦ ટકા પ્રીમિયમ વસુલાય છે.આ ઉપરાંત ઉદ્યોગ સાહસિક જો ૧૦ વર્ષમાં ઉદ્યોગગૃહ યુનિટ ચાલુ ન કરે તો જમીન સિઝ કરવાની જોગવાઈ દૂર કરવા પણ ભલામણ કરવામાં આવશે. જો અન્ય હેતુ માટે જમીનનો ઉપયોગ થાય તો એનએ સર્ટિફિકેટ આપવાની પણ ભલામણ કરવામાં આવશે.

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન : પ્રોપર્ટી ટેક્સના બાકીદાર સામે સિલિંગ ઝુંબેશને લઇ દુવિધા

aapnugujarat

ઓરી રૂબેલા રસીકરણ અભિયાનઃ ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે

aapnugujarat

બિલિયા ગામમાં લીંબચ માતાના રથનું ભવ્ય સ્વાગત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1