Aapnu Gujarat
गुजरात

બેસ્ટ સ્માર્ટ સીટી કેટેગરીમાં ૩ એવોર્ડ અમદાવાદને મળ્યાં

દેશના ૯૦ જેટલા સ્માર્ટ સીટીમાં અમદાવાદ શહેરને તેના સ્માર્ટ સીટી પ્રોજેકટ માટે થઈને એક સાથે ત્રણ એવોર્ડ પ્રાપ્ત થયા છે.આ સાથે જ અમદાવાદ શહેરમાં પ્રદૂષણને નિયંત્રિત કરવાની દિશામાં શહેરમા ૧૦૦ જેટલી ઈ-બસ ચલાવવા માટે કુલ રૂપિયા ૧૧૮ કરોડના પ્રોજેકટ માટે કેન્દ્રના શહેરી વિકાસ વિભાગ અને પર્યાવરણ મંત્રાલયની મંજુરી માંગવામા આવી છે.આ અંગે માહિતી આપતા શહેરના મેયર ગૌતમ શાહ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રવિણ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે માહિતી આપતા કહ્યુ કે,દિલ્હી ખાતે બિઝનેસ વલ્ડ મેગેઝીન દ્વારા સ્માર્ટસીટી કોન્કલેવ અને એવોર્ડસ-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં દેશના ૯૦ સ્માર્ટસીટી પૈકી સૌથી વધુ સુવ્યવસ્થિત સ્માર્ટસીટી પ્લાન ધરાવનારા અને પ્લાન મારફતે લોકોને સુવિધા પુરી પાડવામાં અગ્રેસર એવા શહેર તરીકે અમદાવાદની પસંદગી કરીને બેસ્ટ સ્માર્ટસીટીનો એવોર્ડ આપવામા આવ્યો છે.આમ અમદાવાદએ વર્ષ-૨૦૧૭ માટે દેશનુ સૌથી શ્રેષ્ઠ સ્માર્ટસીટી બની ગયુ છે.આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમલમાં મુકવામા આવેલા જનમિત્ર કાર્ડ માટે પણ એવોર્ડ આપવામા આવ્યો છે.અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરને બેસ્ટ સી.ઈ.ઓ.તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે.આ અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે માહિતી આપતા કહ્યુ કે,અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટસીટી જાહેર કરવામા આવ્યા બાદ અત્યારસુધીમાં કુલ ૧૧ માંથી ૯ જેટલા પ્રોજેકટ હાલ કાર્યરત કરી દેવામાં આવ્યા છે તેમણે કહ્યુ કે,અમદાવાદ શહેરમાં પ્રદૂષણની માત્રાને નિયંત્રિત કરવાની દીશામાં વધુ એક પહેલના ભાગરૂપે અમદાવાદ શહેરમાં ૧૦૦ જેટલી ઈલેકટ્રીક બસ દોડાવવા માટે રૂપિયા ૧૧૮ કરોડના પ્રોજેકટને કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ અને પર્યાવરણ વિભાગની મંજુરી માટે મુકવામાં આવ્યો છે આ મંજુરી મળતાની સાથે જ અમદાવાદ શહેરમાં ટૂંકમાં ઈ-બસ અને ઈ-ઓટોરીક્ષા કે ઈ- ટેકસી દોડતી થઈ જશે.આ ઈ-બસની કિંમત કેટલી હશે એવા એક પ્રશ્નના જવાબમાં મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ કે,એક બસની કિંમત રૂપિયા ૧ કરોડ જેટલી થતી હોય છે.આમ અંદાજે ૧૦૦ બસ ખરીદવા માટે રૂપિયા ૧૧૮ કરોડ જેટલો અંદાજિત ખર્ચ આવી શકે છે.જેમાં કેન્દ્ર અને રાજય સરકારની પ્રોત્સાહિત ગ્રાન્ટ પણ મળી શકે છે.જેની સામે રૂપિયા ૭૬ કરોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોકાણ કરવામાં આવશે.

Related posts

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા તા.૧૫-૧૦-૨૦૧૭ના રોજ લુણાવાડાના કેન્દ્રો ખાતે યોજાશે.

aapnugujarat

ડિસા તાલુકાના સુથિયા ગામમાં સસ્તા અનાજના દુકાનદારે જથ્થો બારોબાર વેચી દીધો

aapnugujarat

गुजरात अल्पसंख्यक वित्त और विकास निगम द्वारा जरूरतमंद लोगों को धंधा रोजगार के लिए चेक वितरण

aapnugujarat

Leave a Comment

UA-96247877-1