Aapnu Gujarat
ताजा खबरव्यापार

કંપની એક્ટ હેઠળ ફાઇલિંગ માટે આધાર નંબર ફરજિયાત કરાશે

કંપની એક્ટ હેઠળ રેગ્યુલેટરી ફાઇલિંગના મેનેજર સ્તરના કર્મચારીઓ અને ડિરેક્ટરો માટે આધાર નંબરના આંકડા રજૂ કરવાની બાબતને ફરજિયાત બનાવવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. કંપની એક્ટ હેઠળ ફાઇલિંગ માટે આધારને ફરજિયાત કરી દેવામાં આવશે. આ સંદર્ભમાં માહિતી ધરાવનાર લોકોએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, આધાર નંબરને જુદા જુદા ક્ષેત્રોમાં ફેલાવવાની કામગીરી ચાલી રહી છે. સૂત્રોના કહેવા મુજબ ફાઇલિંગ સાથે આધાર નંબરથી વ્યÂક્તગતોની પ્રમાણિકતા ચકાસવામાં મદદ મળશે. વિદેશી કંપનીઓના કેસમાં અલગ વ્યવસ્થા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવશે. ભારતમાં ૧૬ લાખથી વધુ રજિસ્ટર્ડ કંપનીઓ રહેલી છે. શક્ય તેટલી વહેલી તકે આધાર નંબર મેળવી લેવા માટે વ્યÂક્તગતોને સૂચના આપવામાં આવી છે. મંત્રાલય દ્વારા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, આધારમાં રહેલી માહિતીને પર્માનેન્ટ એકાઉન્ટ નંબર સાથે જાડી દેવામાં આવશે. સરકારની આ પહેલને અસરકારક તરીકે ગણવામાં આવે છે. બોગસ ઓળખના મુદ્દાને અસરકારકરીતે હાથ ધરવાનો મુખ્ય હેતુ રહેલો છે. સત્તાવાળાઓ દ્વારા સેલ કંપનીઓના દૂષણને રોકવા તથા ગેરકાયદે ફંડ પ્રવાહના ઉપયોગના દૂષણને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આ પહેલ અમલી કરવામાં આવનાર છે. કંપની કાયદા હેઠળ આધારની જરૂરિયાતને અમલી બનાવવાની દિશામાં આગળ વધીને કોર્પોરેટ બાબતોના મંત્રાલયે એમસીએ ૨૧ સાથે તેમની વિગતના સંદર્ભમાં શક્ય તેટલી વહેલીતકે આધાર મેળવી લેવા માટે કહેવામાં આવ્યું છે. એમસીએ ૨૧ એક પોર્ટલ તરીકે છે જેના મારફતે મંત્રાલયોને કંપની એક્ટ હેઠળ જરૂરી ફાયલિંગ સુપરત કરવાની જરૂર પડે છે. મંત્રાલય દ્વારા કંપની કાયદા હેઠળ કરવામાં આવેલી ફાઇલિંગમાં આધારને ફરજિયાત કરવાની રુપરેખા તૈયાર કરી લીધી છે.

Related posts

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં ૮મી ફેબ્રુઆરીથી સુનાવણી થશે

aapnugujarat

ખેડૂતોની કર્જમાફીના કારણે મૂડીઝ જેવી એજન્સીઓ ઘટાડી રહી છે ભારતનું રેટિંગ

aapnugujarat

शशि थरूर बने पीएम मोदी के फैन, बोले-अच्‍छे काम की प्रशंसा होनी चाहिए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1