Aapnu Gujarat
ब्लॉग

ઇકબાલ કાસ્કર : સુપર કોપ પ્રદિપ શર્માની એન્ટ્રીથી અંડરવર્લ્ડમાં દહેશત

અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના નાના ભાઈ ઇકબાલ કાસ્કરની ધરપકડ કરવામાં આવ્યા બાદ અને તેને આઠ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ કેટલીક ચોંકાવનારી વિગતો ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. જો કે, તમામનું ધ્યાન આ વખતે ફરી એકવાર સુપરકોપ પ્રદિપ શર્માએ ખેંચ્યું છે. પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અને થાણે પોલીસના એન્ટી એક્સટોર્શન સેલના વડા પ્રદિપ શર્માનું નામ ફરી એકવાર સપાટી ઉપર આવી ગયું છે. એક સમયે મિડિયામાં સતત ચર્ચામાં રહેનાર પ્રદિપ શર્મા લાંબા સમયથી ગુમનામ હતા પરંતુ એક મહિના પહેલા ઓગસ્ટ મહિનામાં ખાખી વર્દીમાં વાપસી કરનાર પ્રદિપ શર્માએ પોતાની બીજી ઇનિંગ્સ જોરદારરીતે શરૂ કરી છે. પ્રદિપ શર્માને મહારાષ્ટ્ર સરકારે નવ વર્ષ બાદ ગયા મહિને ફરી નોકરીમાં લીધા હતા. ૫૬ વર્ષીય પ્રદિપ શર્માએ પોતાની ૩૫ વર્ષની લાંબી કેરિયરમાં લશ્કરે તોઇબાના ત્રણ ત્રાસવાદીઓ સહિત ૧૧૩ એન્કાઉન્ટર કર્યા હતા. ૯૦ના દશકમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે તેઓ ઉભરી આવ્યા હતા. અન્ડરવર્લ્ડમાં તેમના નામથી દહેશત હતી. વર્ષ ૨૦૧૪માં આવેલી મરાઠી ફિલ્મ રેગે પ્રદિપ શર્મા ઉપર આધારિત હતી. અલબત્ત તેમની કેરિયરમાં મોટો ફટકો ઓગસ્ટ ૨૦૦૮માં પડ્યો હતો જ્યારે તેમને પોલીસમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા. તત્કાલિન પ્રદેશ સરકારે પ્રદિપ શર્મા પર બંધારણની કલમ ૩૧૧નો ઉપયોગ કર્યો હતો જે નિમણૂંક કરનાર વ્યક્તિને કોઇપણ નોટિસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી મુકવા માટે અધિકાર આપે છે. પ્રદિપ શર્માએ પોતાને બરખાસ્ત કરવાના નિર્ણયને મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટીવ ટ્રીબ્યુનલમાં પડકાર ફેંક્યો હતો. ૨૦૦૯માં તેમની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે મેકના આ નિર્ણય સામે મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. શર્માની મુશ્કેલી એ વખત સુધી ખતમ થઇ ન હતી. તેમને વક્‌। ૨૦૧૦માં એસઆઈટીએ ગેંગસ્ટર લખન ભૈયાના બનાવટી એન્કાઉન્ટરમાં પકડી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૩માં એક ટ્રાયલ કોર્ટે તેમને પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા. મુક્ત થયા બાદ પ્રદિપ શર્માને પોલીસમાં વાપસીને લઇને ઇન્તજાર હતો. ગૃહમંત્રાલયની મંજુરી બાદ આ ઇંતજારનો ગાળો ખતમ થઇ ગયો હતો. ગયા મહિને ૧૭મી ઓગસ્ટના દિવસે પ્રદિપ શર્માને થાણે પોલીસમાં એન્ટી એક્સટોર્શન સેલના વડા તરીકે નિમણૂંક આપવામાં આવીહતી. નિર્દોષ છુટી ગયા બાદથી પ્રદિપ શર્માને પોલીસમાં વાપસીને લઇને ઉત્સુકતા હતા. પ્રદિપ શર્મા વિતેલા વર્ષોમાં અનેક કુખ્યાત ત્રાસવાદીઓને એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી ચુક્યા છે.

Related posts

અમેરિકન સરહદમાં ચીનની ઘુસણખોરી

aapnugujarat

ગાંધી હત્યા અને નથુરામ ગોડસે

aapnugujarat

पिछले एक वर्ष में ५० फिसदी लोगो ने रिश्वत देने की बात स्वीकार की है : ओनलाईन सर्वे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1