Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

બ્રિક્સ મિટિંગમાં પાકિસ્તાનનાં ત્રાસવાદ પર ચર્ચા નહીં : ચીન

ચીને ફરી એકવાર ખુલાસો કરતા કહ્યુ છે કે પાકિસ્તાન પ્રાયોજિત ત્રાસવાદના મુદ્દા પર ભારતની ચિંતા અંગે આગામી સપ્તાહમાં યોજાનાર બ્રિક્સ સંમેલનમાં ચર્ચા કરવામાં આવનાર નથી. આવુ નિવેદન કરીને પાકિસ્તાનને બચાવી લેવાના ચીને પ્રયાસો જારી રાખ્યા છે. પહેલાની જેમ આ વખતે પણ પાકિસ્તાન જેવા તેના નજીકના મિત્રોને બચાવી લેવાની નિતી ચીને અપનાવી છે. ચીને પોતાના નજીકના મિત્ર પાકિસ્તાનનો બચાવ કરીને કહ્યુ છે કે ત્રાસવાદને રોકવા અને તેને ખતમ કરવા માટે પાકિસ્તાન દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચુનયિંગે કહ્યુ છે કે પાકિસ્તાન ત્રાસવાદ સામે લડી રહ્યુ છે. ત્રાસવાદ સામેની લડાઇમાં બલિદાન આપી રહ્યુ છે.
હુઆએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની પ્રશંસા કરવી જોઇએ. તેમણે કહ્યુ હતુ કે અમે જોઇ રહ્યા છીએ કે જ્યારે પાકિસ્તાનના ત્રાસવાદ વિરોધી હોવાની વાત કરવામાં આવે છે ત્યારે ભારતની કેટલીક ચિંતા આવે છે. તેમણે કહ્યુ હતુ કે બ્રિક્સમાં આ મુદ્દા પર ચર્ચા થવી જોઇએ તેમ તેઓ માનતા નથી. બ્રિકસમાં પાંચ દેશો રહેલા છે. જેમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય ચટે. ત્રણ દિવસ બેઠક હવે શરૂ થઇ રહી છે.
તેમણે કહ્યુ હતુ કે ચીન ત્રાસવાદના મામલે અન્ય દેશો સાથે સહકાર કરી રહ્યુ છે. તમામ પક્ષોના હિતોની નોધ લેવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં તેમની કામગીરીની અવગણના કરવામાં આવે તે યોગ્ય નથી. ત્રાસવાદ સામે ચીનનુ વલણ હમેંશા ખતરનાક રહ્યુ છે.

Related posts

अमेरिका ने पाकिस्तान के लिए ट्रेनिंग प्रोग्राम घटाए

aapnugujarat

રશિયાની હવે બ્રિટનનાં ૫૦ રાજદ્વારીઓ પર તરાપ

aapnugujarat

પાકિસ્તાનને વિશ્વ બેંકે આપ્યો ફટકો, ૨૦ કરોડ ડોલરનો વોટર પ્રોજેક્ટ સ્થગિત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1