Aapnu Gujarat
व्यापार

કુલ ૯.૭૨ લાખ લોકો દ્વારા જમા ૨.૮૯ લાખ કરોડ ચકાસણી હેઠળ

ઇન્કમટેક્સ વિભાગે આજે કહ્યું હતું કે, નોટબંધી બાદ ૯.૭૨ લાખ લોકો દ્વારા જમા કરવામાં આવેલા ૨.૮૯ લાખ કરોડ રૂપિયાની રોકડ રકમ હવે ચકાસણી હેઠળ છે. નોટબંધી બાદ ૨.૮૯ લાખ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા બાદ ૯.૭૨ લાખ લોકો ચકાસણી હેઠળ આવ્યા છે. આઈટી વિભાગ દ્વારા આમા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ રકમ ૧૩.૩૩ લાખ ખાતામાં જમા કરવામાં આવી હતી. આઈટી વિભાગ દ્વારા આજે આ મુજબની વાત કરવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બુધવારના દિવસે વર્ષ ૨૦૧૬-૧૭ મનાટેના પોતાના વાર્ષિક અહેવાલમાં કહ્યું હતું કે, નોટબંધી દરમિયાન પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જુની નોટ પૈકી ૯૯ ટકા નોટ બેંકિંગ વ્યવસ્થામાં પરત આવી ચુકી છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં નોટબંધી બાદથી આ નાણા જમા થઇ ચુક્યા છે. રિઝર્વ બેંકે આ આંકડો આપ્યા બાદ નાણામંત્રી અરુણ જેટલી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નોટબંધીના હેતુ અર્થતંત્રમાં રોકડ કારોબાર ઉપર પ્રતિબંધ લાવવાનો રહ્યો હતો. સાથે સાથે ડિજિટાઇજેશનને પ્રોત્સાહન આપવાનો, કરવેરાની જાળને વિસ્તૃત બનાવવાનો તથા કાળા નાણા સામેની લડાઈને વધુ તીવ્ર બનાવવાનો હતો. કોંગ્રેસ દ્વારા આજે પ્રશ્નો ઉઠાવ્યા બાદ આને લઇને આક્ષેપબાજીનો દોર વધુ તીવ્ર બની શકે છે. અલગ સમિતમાં વાત કરતા નાણામંત્રીએ ગઇકાલે કહ્યું હતું કે, બેંકોમાં નાણા જમા થઇ ગયા છે. તેનો મતલબ એ નથી કે, તે પૈકીના તમામ નાણા કાયદેસરના છે. સરકાર પહેલા જ કહી ચુકી છે કે, નોટબંધીના પરિણામ સ્વરુપે જોરદાર ઝુંબેશ કાળા નાણા સામે હાથ ધરવામાં આવી હતી. બે લાખ શેલ કંપનીઓની ઓળખ કરી લેવામાં આવી હતી. નોટબંધીના પરિણામ સ્વરુપે ૫૬ લાખ નવા કરદાતાઓ ઉમેરાઈ ગયા છે જે ખુબ સારા રેવેન્યુ તરફ દોરી જશે.

Related posts

સેન્સેક્સ અને નિફ્ટી વધઘટ બાદ વધીને સેટલ

editor

ब्रिटिश HC का फैलसा सुरक्षित, भारतीय बैंको से माल्याने की अपील

aapnugujarat

પરિવહન ક્ષેત્રમાં ૩૦ લાખ કરોડનું રોકાણ કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1