Aapnu Gujarat
गुजरात

વરસાદના પગલે અમદાવાદમાં ફલાઈટ, ટ્રેન, બસ વ્યવહાર ખોરવાયો

અમદાવાદ સહિત રાજ્યભરમાં પડી રહેલા સતત વરસાદને પગલે અમદાવાદથી મુંબઇ-દિલ્હી આવતી-જતી ફલાઇટના શેડયૂલ ખોરવાયાં છે. તો સાથે સાથે સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેન ડાયવર્ટ કરાઇ છે. જેના કારણે તેના નિયત સમયથી મોડી ચાલી રહી છે. સૌરાષ્ટ્ર તરફના કેટલાક એસટી બસના રૂટ પણ આજે સતત ત્રીજા દિવસે બંધ રહ્યા છે. અમદાવાદ આવેલી કેડબ્લ્યુ-૧ કુવૈત એર ઇન્ડિયા ફલાઇટ એક કલાક એર ઇન્ડિયાની દિલ્હીથી આવેલી ફલાઇટ, એર કેનેડા, દિલ્હી આશિયાના (૬૩૭૯), એર ઇન્ડિયાની મુંબઇ અમદાવાદ મુંબઇ એર કેનેડા, મુંબઇ ઇથિયોપિયન અને સ્પાઇસ જેટની બેંગલુરુ-અમદાવાદ તેના નિયત સમયથી એકથી દોઢ કલાક મોડી આવી હતી. જ્યારે અમદાવાદથી ઉપડતી સ્પાઇસ જેટ-જયપુરની ફલાઇટ મોડી ઉપડી હતી. અમદાવાદથી દિલ્હી જતી સ્પાઇસ જેટ ૧૯૪, એર ઇન્ડિયાની ચેન્નઇ ૯૮ર, જેેટ એરવેઝની મુંબઇ જતી ફલાઇટ ૭૩૮, એતિહાદની મુંબઇ જતી ૮૭૬૯ નંબરની ફલાઇટ, એર ઇન્ડિયાની દિલ્હી જતી ફલાઇટ, જેટ લાઇટ દિલ્હી અને એર ઇન્ડિયાની મુંબઇ જતી ફલાઇટ તેના નિયત સમય કરતાં એકથી દોઢ કલાક મોડી ઉપડી હતી.
એસટી બસના રૂટ ધીરે ધીરે શરૂ કરાયા છે. શેડયૂલ કરતાં ઓછી બસો દોડાવાશે, પરંતુ આજે પણ ગારિયાધાર-અમરેલી, અમરેલી-ગારિયાધાર, સાવરકુંડલા, બોટાદ-સાયલા, લીમડી-ધંધુકા અને જસદણ-ચોટીલાના રૂટ પરની એસટી બસ રદ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં દહાણુ પાસે ગુડઝ ટ્રેન ખડી પડતાં અમદાવાદ-મુંબઇ રેલવે વ્યવહાર ખોરવાયો છે. મુંબઇ-અમદાવાદ સાબરમતી એકસપ્રેસ, બાન્દ્રા-સુરત ઇન્ટરસિટી, અમદાવાદ-મુંબઇ ગુજરાત એકસપ્રેસ, મુંબઇ-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ, બાન્દ્રા-જમ્મુ તાવી, ફિરોઝપુર જનતા એકસપ્રેસ, મુંબઇ-સુરત ફલાઇંગ રાણી વગેરે ટ્રેન મુંબઇથી સવારે ૧૦-૦૦ વાગ્યા સુધી ઉપડી નહોતી. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર બપોર પછી રેલવે વ્યવહાર સામાન્ય થશે. જેના કારણે ઉપરોકત ટ્રેનો ચારથી પાંચ કલાક મોડી પડવાની સંભાવના છે. જ્યારે ભૂજ-બાન્દ્રા આવતી જતી ટ્રેન ભૂજ સુધી નહીં જતાં અમદાવાદ સુધી જ સીમિત રહેશે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઇ જતાં હજુ આજે પણ કેટલીક ટ્રેન રદ થવાની કે મોડી પડવાની સંભાવના છે.

Related posts

ભાજપ દ્વારા બાવળાથી ખાટલા બેઠકની શરૂઆત કરવામાં આવી

aapnugujarat

सब्जियों पर भी अब गर्मी की मार : किंमते बढी

aapnugujarat

તરસાલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓ લોન-સહાય મેળવી શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1