Aapnu Gujarat
शिक्षा

ભારતમાં ૭૪ ટકા બાળકો ટ્યૂશન જાય છે : સર્વે

વૈશ્વિક સ્તરે શિક્ષણ પર થયેલા એક સર્વેમાં એવુ તારણ સામે આવ્યુ છે કે દુનિયામાં સૌથી વધારે ટ્યુશન જનારા બાળકો ભારતના છે ખાસ કરીને ગણિત માટે. સર્વે પ્રમાણે ભારતમાં ૭૪ ટકા બાળકો ટ્યુશન જાય છે.એટલુ જ નહી સ્કૂલ જનારા ૭૨ ટકા બાળકો અભ્યાસ સિવાયની ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનુ પસંદ કરે છે.
શિક્ષકો માટે ગૌરવ થાય તેવી બાબત એ છે કે સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે વિશ્વમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સૌથી વધારે કટિબધ્ધ ભારતના શિક્ષકો હોય છે.જ્યારે ૬૬ ટકા વાલીઓ પણ બાળકોના ભવિષ્ય માટે પ્રતિબધ્ધ હોય છે.
એમ પણ દુનિયાના ઘણા દેશોમાં એવુ નાય છે કે ભારતના ઘરોમાં અન્ય દેશોની સરખામણીએ બાળકોના શિક્ષણ પર માતા પિતા વધારે ભાર મુકતા હોય છે.
સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કેરિયરના વિકલ્પ તરીકે ભારતમાં હજી પણ એન્જિનિયરિંગ અને મેડિસિન સૌથી વધારે પસંદ કરાય છે.ભારતમાં ૮ ટકા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક અને ૧૬ ટકા વિદ્યાર્થીઓ સોફ્ટવેર એન્જિનિયર કે ડેવલપર બનવા માંગે છે.જે આખી દુનિયામાં સૌથી વધારે છે.
અંગ્રેજી વિષયની રીતે વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે.૮૪ ટકા બાળકો અંગ્રેજી ભણવા માંગે છે.૭૮ ટકાને ગણિત, ૭૩ ટકાને ફિઝિક્સ, ૭૧ ટકાને કેમેસ્ટ્રી ભણવાની ઈચ્છા છે.
જોકે માત્ર ૩ ટકા બાળકો એવા છે જે એક સપ્તાહમાં ૬ કલાકથી વધારે રમી શકે છે.૩૬ ટકા બાળકોને એક સપતાહમાં માંડ એક કલાક રમવાનો સમય મળે છે.

Related posts

मुख्यमंत्री रुपाणी ने 10% आरक्षण पर लगाई मुहर, सीटों पर की गई बढ़ौतरी

aapnugujarat

આરટીઇ હેઠળ રાજયમાં આ વર્ષે ૧ લાખ બાળકોને પ્રવેશ

aapnugujarat

CBSE શાળામાં ધો-૨ સુધી વિદ્યાર્થીઓને બેગમાંથી મુકિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1