Aapnu Gujarat
शिक्षा

કર્ણાવતી યુનિ. યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા,2018નુ આયોજન કરશે

ગુજરાતમાં યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા,2018 નામાનો અનોખો ઈવેન્ટ યોજાઈ રહ્યો છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી  100થી વધુ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ વિવિધ મુદ્દાઓ પર  ચર્ચા, સંવાદ અને વિચાર વિમર્શમાં સામેલ થશે.

રાજકારણ, આરગ્ય, રમતગમત, શિક્ષણ જગત, મિડીયા અને સાહિત્યની દુનિયાના મહાનુભવો ના માર્ગદર્શન અને સંચાલન હેઠળ વિદ્યાર્થીઓ વિવિધ વિષયો ઉપર  તેમના મંતવ્યોને વાચા આપશે.

આ સમારંભનુ ભવ્ય સમાપન તા. 14 અને 15 જુલાઈના રોજ ગાંધીનગર નજીક કર્ણાવતી યુનિવર્સિટીના ઉવારસદ સંકુલ ખાતે  યોજાશે

આ સમારંભના એલીમીનેશન રાઉન્ડ ચાલી રહ્યા છે. અને બે દિવસની યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા 2018 માટે 16 ઉત્તમ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે.

રોકડ ઈનામો ઉપરાંત યુથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડીયા 2018ના વિજેતાઓને વિવિધ રાજકીય પક્ષોમાં ઈન્ટર્ન તરીકે તક મળશે.

કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ રિતેશ હાડા જણાવે છે કે “ દેશમાં વધતી જતી યુવાનોની વસતી  ઉર્જા અને બુધ્ધિ પ્રતિભાનો ખજાનો છે.  આમ છતાં આપણને ઘણી વાર કહેવામાં આવે છે કે યુવાનોને વર્તમાન સમસ્યાઓમાં રસ નથી અથવા તો તે સમાજના વિકાસ અંગેની ચર્ચા કે સંવાદમાં સામેલ થતા નથી.  આથી અમે લોકશાહીના માળખામાં રહીને યુવાનોને ચર્ચા, સંવાદ અને વિચાર વિમર્શ નુ મહત્વ સમજવાની  તક આપવાનું નક્કી કર્યું છે. “

“ વિવિધ ક્ષેત્રોની કેટલાંક ટોચનાં નામોએ  બે દિવસના આ સમારંભમાં પેનલીસ્ટ તરીકે તથા સંચાલક તરીકે કામ કરવાની સંમતિ આપી છે, અમે તેમના આભારી  છીએ. તેમનો સહયોગ અને સદભાવ  આ સમારંભનુ સંચાલન કરી રહેલી સમગ્ર ટીમ માટે મૂલ્યવાન બની રહેશે.  અમે આ સમારંભને વાર્ષિક ધોરણે યોજવા માટે આશાવાદી છીએ. “

Related posts

शिक्षा विभाग की परेशानी से निजी स्कूलों को लाभ मिलेगा

aapnugujarat

ભારતમાં ૭૪ ટકા બાળકો ટ્યૂશન જાય છે : સર્વે

aapnugujarat

જીપીએસસી પાસ છતાં કૉલેજોમાં આચાર્યની નિમણૂક જ નહિ..!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1