Aapnu Gujarat
गुजरात

કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીમાં અન્યાયના મુદ્દે ભારે આક્રોશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીને લઇ વિરોધનો વંટોળ આજે પણ ચાલુ રહ્યો હતો. નિકોલ, વેજલપુર અને રાધનપુર સહિતની બેઠકોના ઉમેદવારોના નામોને લઇ ગઇકાલે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે થયેલા ઉગ્ર વિરોધ અને દેખાવો બાદ આજે મણિનગર અને વટવા બેઠકના નામોને લઇને પણ કોંગી કાર્યકરોએ ઉગ્ર આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કચેરી ખાતે કર્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. અમદાવાદ ઉપરાંત સાણંદ અને રાજયના અન્ય જિલ્લા-તાલુકાઓમાં પણ કોંગ્રેસના કાર્યકરોમાં રોષ-વિરોધના પ્રત્યાઘાતો જોવા મળ્યા છે. અમદાવાદ અને રાજયના વિવિધ સ્થળોએ કોંગી આગેવાનો અને કાર્યકરોના રાજીનામાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો હતો. બીજીબાજુ કોંગ્રસે જમાલપુરમાં સાબીર કાબલીવાલાની ટિકિટ કાપી આ વખતે ઇમરાન ખેડાવાલાને ટિકિટ આપતાં મામલો ગરમાયો છે. નારાજ સાબીર કાબલીવાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તો ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભરતી વખતે ભાવુક થઇ ગયા હતા અને આંખમાં આંસુ આવી ગયા હતા. જો કે, જમાલપુર બેઠકના વિવાદમાં આ બંને મુસ્લિમ ઉમેદવારો અને તેમના સમર્થકો-ટેકેદારો વચ્ચેનો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેની અસર વિધાનસભા ચૂંટણીના આ બેઠકના પરિણામ પર પડે તેવી પણ શકયતા સેવાઇ રહી છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં ગઇકાલે ઉગ્ર રોષની લાગણી ફેલાયેલી સામે આવી હતી. ગઇકાલે સમગ્ર દિવસ દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે નિકોલ, વેજલપુર અને રાધનપુર બેઠકના ઉમેદવારોના નામોને લઇ ખૂબ મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને આગેવાનો રેલી અને ટોળા સ્વરૂપે પહોંચ્યા હતા. રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિકોલમાં આયાતી ઉમેદવાર ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ટિકિટ નહી આપવાની માંગણી કરી હતી તો, વેજલપુરમાં મીહીર શાહને ટિકિટ નહી આપવા માંગણી કરી હતી. તો રાધનપુર બેઠક પર ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવાનું નક્કી થતાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો અકળાયા હતા અને જોરદાર વિરોધ રજૂ કર્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોએ સ્થાનિક આગેવાન રઘુ દેસાઇને ટિકિટ ફાળવવા કોંગ્રેસ હાઇકમાન્ડને માંગણી કરી હતી. આજે પણ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો રેલી અને સરઘસાકારે મણિનગર અને વટવા બેઠકના ઉમેદવારોના નામોને લઇ વિરોધ પ્રદર્શન કરવા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને ટિકિટોનો વેપાર બંધ કરોના નારા લગાવ્યા હતા.

Related posts

बिल्डर का अपहरण करके फिरौती मांगने वाले ३ गिरफ्तार

aapnugujarat

નર્મદા જિલ્લામાં ચૂંટણી નિરીક્ષક (જનરલ) શ્રી અશોકકુમાર અને પોલીસ નિરીક્ષકશ્રી સંદિપ પાટીલનું આગમન

aapnugujarat

बालविवाह के अपराध में पिता की अग्रिम जमानत अर्जी खारिज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1