Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

પાકિસ્તાન સામે હાલ આંતરિક પડકારો ઘણાં : ઈમરાન ખાન

પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારના દિવસે પાકિસ્તાની સેનાના વડામથક ખાતે પહોંચીને સુરક્ષા પરિસ્થિતી અંગે માહિતી મેળવી હતી. ઇમરાને કહ્યુ હતુ કે દેશની સામે અંદરથી અને બહારથી કેટલાક પડકારો રહેલા છે. ઇમરાને દેશ માટે સહકાર કરવા માટે પણ અપીલ કરી હતી. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઇમરાન ખાનની આ બેઠક ટોપના સેનાના અધિકારીઓ સાથે સાત કલાક સુધી ચાલી હતી. આ ગાળા દરમિયાન પાકિસ્તાની સેનાના વડા જનરલ બાજવાએ તેમને ખાતરી આપી હતી કે સેના કોઇ બીજી સરકારી સંસ્થાની જેમ જ કામ કરશે. કોઇ રીતે નાગરિક મામલામાં દરમિયાનગીરી કરશે નહી. આ પહેલા વડામથકે ચીફ ઓફ આર્મં સ્ટાફ જનરલ કમર જાવેદ બાજવાએ ઇમરાનની આગેવાની કરી હતી. સાથે સાથે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને અહીં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પાકિસ્તાની આર્મીની મિડિયા વિંગ, ન્ટિર સર્વિસેસ પબ્લિક રિલેશનશીપ દ્વારા ટ્‌વીટ કરીને કહેવામાં આવ્યુ છે કે વડાપ્રધાનને ડિફેન્સ, આંતરિક સુરક્ષા અને બીજા મહત્વપૂર્ણ પાસા અંગે માહિતી આપવામાં આવી હતી. સુચના પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યુ છે કે આજે વડામથક ખાતેની યાત્રા શાનદાર રહી છે. વડાપ્રધાન અને કેબિનેટના સભ્યોને સેના પર ગર્વ છે. તમામ સંસ્થાઓ વચ્ચે નજીકના સંકલનની જરૂર વધુ દેખાઇ રહી છે. આ સંકલન મારફતે પાકિસ્તાનની સામે આવી રહેલા તમામ પડકારોને અમે પાર પાડીશુ. ઇમરાન સામે કેટલાક પડકારો હાલમાં રહેલા છે. પાકિસ્તાની સેનાની હંમેશા દરમિયાનગીરી પાકિસ્તાનના વહીવટીતંત્રમાં રહી છે પરંતુ નવી સરકાર સામે સેનાનું વર્તન કેવું રહે છે તે બાબત ખુબ મહત્વપૂર્ણ રહેશે. પાકિસ્તાની આર્મી ચીફે વડાપ્રધાનને ખાતરી આપી હતી કે, સેના દેશની આશાઓ ઉપર યોગ્ય ઉતરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સુરક્ષા માટે સંપૂર્ણ કટિદ્ધ છે. ઇમરાન ખાને પણ પણ જનરલ બાજવાને સશસ્ત્ર દળોની ક્ષમતાને જાળવી રાખવા માટે દરેક સંશાધનો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

Related posts

FATF’s claim : Pakistan didn’t take any action against terrorists

aapnugujarat

आतंकी फंडिंग मामले में लखवी को 15 साल कैद की सजा

editor

तालिबानी आतंकवादियों ने रिहा किए 40 अफगान सुरक्षाकर्मी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1