Aapnu Gujarat
खेल-कूद

ચેમ્પયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર

ચેમ્પયન્સ  ટ્રોફી માટે આજે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન ટીમમાં ઝડપી બોલર પેટીન્સન, હેનરીક્સનો સમાવેશ કરાયો છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં જાન હેસ્ટીંગને પણ લાંબા ગાળા બાદ સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ ચેમ્પયન્સ ટ્રોફીમાં ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે. ઝડપી બોલરોમાં ઘણા બધા વિકલ્પ રાખવામાં આવ્યા છે. જેમાં માઈકલ સ્ટાર્ક, હેજલવુડ, પેટ કમિન્સ, માઈકલ સ્ટાર્ક, જેમ્પ પેટીન્સનનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં ઉસ્માન ખ્વાજા અને હેન્ડ્‌સકોમ્બનો સમાવેશ કરાયો નથી. આ બંને ખેલાડી હાલમાં વન ડે ટીમના હિસ્સા તરીકે હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમનો દેખાવ ખૂબ નબળો રહ્યો છે. ઈજાગ્રસ્ત મેથ્યુ વાડેની જગ્યાએ ન્યૂઝીલેન્ડમાં વિકેટ કિપિંગ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સપ્તાહમાં આઈપીએલમાં ઈજા પામેલા ક્રિસલીનનો ટીમમા સમાવેશ કરાયો છે. સ્ટાર્કની પસંદગી પણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય પસંદગી સમિતિના ચેરમેન ટ્રેવર હોન્સે કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન મેડિકલ સ્ટાફ દ્વારા લીન અને સ્ટાર્કની ફિટનેસ ઉપર નજર રાખવામાં આવશે. જાકે આ બંને ખેલાડી સ્વસ્થ થઈ જાય તેમ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ટીમ ૧૮મી મેના દિવસે રવાના થનાર છે. પેટીનસને સપ્ટેમ્બર ૨૦૧૫માં છેલ્લી વન ડે મેચ રમી હતી. ત્યારબાદથી તે સતત સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. શેફીલ્ડશીલ્ડમાં વિકટોરીયા તરફથી રમતા પેટીનસને હાલમાં ૨૪ વિકેટો ઝડપી હતી. કાઉન્ટી ચેમ્પયન્સશીપમાં પણ તેનો દેખાવ જારદાર રહ્યો છે અને ૧૩ વિકેટો બે મેચમાં ઝડપી છે. તેનો સમાવેશ કરવામાં આવ્યા હતા પેટીનસન ખુશખુશાલ દેખાઈ રહ્યો છે. પેટીનસને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં વાપસી થયા બાદ તે વધુ સારો દેખાવ કરવા સજ્જ છે. બીજી બાજી હેનરીક્સનો સમાવેશ કરાયો છે. હેનરીક્સ ઓસ્ટ્રેલિયન વન ડે ટીમમાં અનિયમિત ખેલાડી તરીકે રહ્યો છે. ૨૦૦૯માં પ્રવેશ કર્યા બાદથી તે માત્ર આઠ મેચો રમ્યો છે. ઓગસ્ટ ૨૦૧૬માં છેલ્લી મેચ રમી હતી. તે ૬.૫૭ રન સાથે ૪૬ રન બનાવી ચુક્યો છે અને છ વિકેટ ઝડપી ચુક્યો છે. ટીમમાં અન્ય સ્ટાર ખેલાડીઓને પણ જાળવી રાખવામાં આવ્યા છે. ગ્લેન મેક્સવેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આઈપીએલમાં તે શાનદાર દેખાવ કરી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં ધરખમ ખેલાડીઓ છે જેમાં સ્ટીવ સ્મીથ, ડેવિડ વોર્નર, ફીન્ચ, મેક્સવેલ, લીન, ટ્રેવર હેડનો સમાવેશ થાય છે. ઝડપી બોલરોની પણ શાનદાર ટીમ છે જેમાં સ્ટાર્ક, હેજલવુડ, કમિન્સ, હેસ્ટીનનો સમાવેશ થાય છે.

Related posts

इंग्लैंड 2022 में टी20 और टेस्ट सीरीज के लिए विंडीज का दौरा करेगा

editor

2023 में भारत में खिताब जीतने उतरेगी न्यूजीलैंड की टीम : विटोरी

aapnugujarat

कपिल देव की अगुवाई वाली समिति नए कोच के लिए 16 अगस्त को करेगी इंटरव्यू

aapnugujarat

Leave a Comment

UA-96247877-1