Aapnu Gujarat
व्यापार

કુલ ૮ કંપનીઓની મૂડીમાં ૪૮,૪૩૪ કરોડનો ઘટાડો

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્તરીતે ૪૮૪૩૪ કરોડનો ઘટાડો થઇ ગયો છે. આ ગાળા દરમિયાન આરઆઇએલની માર્કેટ મુડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. ટીસીએસ અને આઇટીસી સિવાય બાકીની આઠ કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. જે કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે તેમાં એચડએફસી બેંક, એચડીએફસી, એસબીઆઇ અને એચયુએલનો સમાવેશ થાય છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન શેરબજારમાં ભારે અફડાતફડી રહીહતી. આરઆઇએલની માર્કેટ મુડી છેલ્લા સપ્તાહમાં ૧૭૮૦૨.૩૩ કરોડ રૂપિયા સુધી ઘટીને ૪૪૮૭૯૭.૩૬ કરોડ રહી છે. તેને સૌથી વધારે નુકસાન થયુ છે. એસબીઆઇની માર્કેટ મુડીમાં ૧૩૧૬૩.૮૮ કરોડનો ઘટાડો થયો છે. જેથી તેની મુડી ઘટીને ૨૩૬૧૭૨.૯૦ કરોડ થઇ ગઇ છે. એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૫૯૧૯.૧૩ કરોડ ઘટીને ૪૨૫૨૬૯.૮૭ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસી અને એચયુઅલની માર્કેટ મુડી ક્રમશ ૫૦૬૨.૫૯ કરોડ અને ૩૨૩૫.૮૮ કરોડ ઘટીને ઓછી થઇ છ. ઇન્ફોસીસની માર્કેટ મુડીમાં પણ ઘટાડો થયો છે. તેની મુડી ૧૭૬૮.૬૪ કરોડ રૂપિયા સુધી ઘટીને હવે ૨૧૪૯૧૩.૬૩ કરોડ રૂપિયા થઇ ગઇ છે. ઓએનજીસી અને મારૂતિ સુઝુકીની માર્કેટ મુડીમાં પણ ઘટાડો થયો છે. આની બિલકુલ વિરુદ્ધમાં આઇટીસીની માર્કેટ મુડી ૧૫૭૯૧.૬ કરોડ રૂપિયા વધીને હવે ૩૯૩૩૯૩ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મુડી ૭૨૯.૦૬ કરોડ રૂપિયા વધીને ૪૬૫૮૭૮.૧૩ કરોડ સુધી પહોંચી ગઇ છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ સ્થાન પર અકબંધ છે. તમામ મહાકાય કંપનીઓની માર્કેટ મુડી એ વખતે બદલાય છે જ્યારે તેમના શેરની કિંમતમાં ફેરફાર થાય છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં રેકોર્ડ ૨૧૭ પોઇન્ટનો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટીમાં ૫૪ પોઇન્ટનો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી નીચી સપાટી પર રહી હતી. જીએસટી વ્યવસ્થા અમલી બની ગયા બાદ આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં તેની અસર જોવા મળી શકે છે. જીએસટીની અસરની ચર્ચા હાલમાં જોવા મળી રહી છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ કારોબારની શરૂઆત થયા બાદ હવે જીએસટીની અસર પણ રહેશે. તમામ કંપનીઓ વચ્ચે જોરદાર માર્કેટ મુડીને લઇને સ્પર્ધા શરૂ થશે. ખાસ કરીને હાલ માર્કેટ મુડીના મામલે ટીસીએસ અને રીલાયન્સ વચ્ચે સ્પર્ધા છે.

Related posts

ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર ૧૫ દિવસની અંદર મળશે રિફન્ડ

aapnugujarat

બજેટ દરખાસ્તો પર ૧૦મીએ સેબી બોર્ડની બેઠક

aapnugujarat

फेसबुक डाउन होने से जुकरबर्ग को 7 अरब डॉलर का नुकसान

editor

Leave a Comment

UA-96247877-1