Aapnu Gujarat
गुजरात

વિજાપુર દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત દ્વારા મામલતદારને આવેદન પત્ર સોંપાયુ

વિજાપુર દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ દ્વારા દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓ તેમજ તેઓની વિવિધ માંગણી સાથેના મુદ્દાઓને લઇ વિશ્વ દિવ્યાંગ દિવસના રોજ મામલતદારશ્રીને રેલી સ્વરૂપે નક્કી કરેલા દિવ્યાંગ વ્યક્તિઓ સાથે જઇને મામલતદાર જી.બી. પરમારને આવેદનપત્ર સુપ્રત કરી ઉપર સુધી અવાજ મોકલવામાં આવે તેવી અને તેમની વિવિધ માંગ સાથેના મુદ્દા સરકાર સુધી પહોંચાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ વિજાપુરના કાંતિ પંચાલ તેમજ મુકેશ ખરોડવાળાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ૨૦૧૧ના વર્ષના નોંધાયેલ રજીસ્ટર મુજબ ૧૨૫૦૪૫૬ દિવ્યાંગો વસે છે જેમની હાલત હાલમાં દયનીય છે. કોરોના મહામારીમાં દિવ્યાંગોની હાલત શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. છેલ્લાં ઘણાં સમયથી દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગનું જીવન સ્તર ઉંચુ લાવવા દિવ્યાંગને રોજગાર પેન્શન સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયામાં તેમજ સરકાર દ્વારા જાહેર થયેલા અનામત લાભો આપવા જેવા ગંભીર મુદ્દાઓ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કરેલ રજૂઆતનો કોઇ ઉત્તર પ્રત્યુત્તર મળેલ નથી જેથી અમો આવેદનપત્ર આપી સરકાર અમારી માંગ અને પ્રશ્નોનું ધ્યાન આપી ન્યાય આપી ઝડપી નિકાલ લાવે તેવી માંગણી સાથે રજુઆત કરવામાંઆવી છે.
(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

ગુજરાત વિધાનસભામાં એઇમ્સનો મુદ્દો ઉછળ્યો : ભાજપ અને કોંગ્રેસી સભ્યો દ્વારા એકબીજા પર આક્ષેપો

aapnugujarat

राजकोट रेल मंडल की ट्रेनो के समय में बदलाव : ११ ट्रेनो की समय में आंशिक बदलाव होगा

aapnugujarat

દિપક નાઇટ્રેટ કંપનીમાં આઈટી દરોડાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1