Aapnu Gujarat
मनोरंजन

સ્ટારડમને ખાસ ગંભીરતાથી લઇ શકાય નહીં : અર્જુન

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થઈ રહી છે કે સ્ટારડમ શું છે? ખાસ કરીને નેપોટિઝમની ચર્ચા સાથે આ મામલો પણ વધારે તેજ બન્યો છે. હવે બોલિવૂડના એક્ટર અર્જુન કપૂરે આ મામલે પોતાના વિચારો પ્રગટ કર્યા છે. તેના મત મુજબ બોલિવૂડ અથવા તો ફિલ્મ ઉદ્યોગ એવી જગ્યા છે જ્યાં તમે સ્ટારડમને ગંભીરતાથી લઈ શકો નહીં.ઇશ્કજાદે ફિલ્મથી લોકોને આકર્ષિત કરનારા અર્જુન કપૂર ફિલ્મ ઉદ્યોગમાં આઠ વર્ષથી છે. તેની કરિયરમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા છે. તેણે કહ્યું હતું કે મને લાગે છે કે તમે સ્ટારડમને ખાસ ગંભીરતાથી લઈ શકો નહીં. આ તો માત્ર શુક્રવારથી શુક્રવારે રિલીઝ થતી ફિલ્મો અંગે જ છે.એક ખરાબ ફિલ્મ તમને પાછળ ધકેલી દે છે તો એક સુપર હિટ ફિલ્મ તમને સુપર સ્ટાર બનાવી દે છે. આવામાં તમારે તમારી જગ્યાને એન્જોય કરીને મજા કરવી જોઇએ. જો તમે આ બાબત નક્કી કરી લેશો તો તમે લિપ્ત થશો નહીં. આ વાતને પણ તમે સારું કામ કરશો અને હળવાશથી નહીં લો.

Related posts

ચર્ચાસ્પદ પદ્માવત ફિલ્મમાં ૩૦૦ કટ લાગશે

aapnugujarat

પદ્માવતીને લઇ દરમિયાનગીરી કરવા કેન્દ્ર સરકારનો ઇન્કાર

aapnugujarat

મુબારકા ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર સફળતા તરફ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1