Aapnu Gujarat
Uncategorized

ધોરાજીમાં મેમણ સમાજની જરૂરિયાતમંદ બહેનોને કિટનું વિતરણ

ધોરાજી સમગ્ર મેમણ સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરતી અને મેમણ સમાજમાં આર્થિક રીતે પછાત હોય એવા લોકોની મદદ કરતી સંસ્થા યુનિવર્સલ મેમણ ફેડરેશનના સાથ, સહકાર અને સહાય સાથે ધોરાજી ખાતે અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાતમાં નોંધાયેલ સમાજની વિધવા બહેનોની સહાય માટે ૨૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટની કિંમત આશરે ૧૩૦૦ રૂપિયા હતી. કીટમાં જીવન જરૂરી દરેક ખાદ્ય વસ્તુઓ આપવામાં આવી હતી. આજે કોરોના કાળમાં જ્યારે ગરીબ લોકોને પોતાના જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે ત્યારે એવા સમયમાં આ સહાય ૨૦૦ જેટલી નિસહાય વિધવા સ્ત્રીઓ માટે આશીર્વાદ સાબિત થઈ છે. આ પ્રસંગે યુનિવર્સલ મેમણ ફેડરેશનના અબ્દુલ્લાહભાઇ જાનુહસન તથા તમામ સભ્યોની કામગીરીને બિરદાવતા અંજુમને ઇસ્લામ મેમણ મોટી જમાતના પ્રમુખ હાજી અફરોઝ લકડકુટા, સેક્રેટરી હમીદભાઇ ગોડીલ અને જમાતના અન્ય સભ્યોએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ લોકોને આ સંસ્થાની સહાય મળતી રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ઉપરોક્ત વિતરણની કામગીરી સમયે જમાતના ઉપપ્રમુખ ઇસ્તિયાઝભાઇ સુપેડીવાલા, ઉપપ્રમુખ અજીમભાઇ છાપાવાલા, મેમણ જમાતના સભ્યો મોહમ્મદભાઇ હસનફતા મહેમદભાઇ ઝુણઝુણીયા, નૌશાદભાઇ ગોડીલ, બકાલી જમાતના હાજી રઝાકભાઇ ધોડી, અસલમભાઇ બચાવ પોઠિયાવાલા, જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા બાસીતભાઈ પાનવાલા ઉપરાંત મેમણ સમાજના આગેવાનોમાં ઇદરીસભાઇ કાગડા, ઝાહીદભાઈ લોખંડવાલા વગેરે લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

राजकोट क्राइम ब्रांच के हत्थे चढ़ा कुख्यात एजाज खियानी

editor

બગસરામાં આંગણવાડી બહેનોને ક્રાફ્ટ તથા બાળ ગીતની તાલિમ અપાઈ

editor

Gujarat govt decided to go ahead with Navratri vacation in schools and colleges this year

aapnugujarat

Leave a Comment

UA-96247877-1