Aapnu Gujarat
गुजरात

ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે કરજણ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું

આગામી ૩ નવેમ્બરે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે વડોદરા જિલ્લાની કરજણ બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અક્ષય પટેલ ઉમેદવારી પત્ર ભરવા માટે કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવ્યા હતા. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું અને કોરોનાના સંક્રમણને ખુલ્લુ આમંત્રણ આપ્યું હતું.
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલને ભાજપે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે કિરીટસિંહ જાડેજાનું નામ જાહેર કર્યું છે. કરજણ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના કરજણ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા, ત્યારે ઉમેદવારી પત્ર ભરે તે પહેલા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને આ સમયે કોરોનાની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર અને કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો.
એક તરફ રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે અને સરકાર કોરોનાને નાબૂદ કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં પેટાચૂંટણીઓની જાહેરાત બાદ ઉમેદવારો અને તેઓના સમર્થકો દ્વારા કોરોનાની ગંભીરતાને નેવે મૂકીને કોવિડ નીતિ નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવ્યું છે.

Related posts

અમદાવાદમાં તુટેલા રસ્તા મામલે ડેપ્યુટી સિટી સહિતના છ આસીસ્ટન્ટ ઈજનેર સસ્પેન્ડ

aapnugujarat

भाजपा ने प्रत्येक सीट के लिए तीन उम्मीदवारों के चयन की प्रक्रिया की शुरू

aapnugujarat

યુટીએસ એપ દ્વારા રેલ્વેમાં ટિકિટ બુકીંગમાં ડિસ્કાઉન્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1