Aapnu Gujarat
राष्ट्रीय

ભાજપ બિહાર ચૂંટણીમાં વીઆઇપી પાર્ટીને ૧૧ બેઠકો આપશે

બિહાર વિધાનસભ ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ પણ વધી રહી છે. મુકેશ સહનીની વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી) એનડીએમાં સામેલ થઈ ગઈ છે. બિહાર વિધાનસભાના જંગમાં મુકેશ સહનીની પાર્ટી ૧૧ બેઠકો પરથી ચૂંટણી લડશે. બુધવારે ભાજપે વીઆઈપી સાથે ગઠબંધનની જાહેરાત કરતા પોતાના ક્વોટામાંથી ૧૧ બેઠકો આપવાની જાહેરાત કરી છે. ભાજપ અને જેડીયુ વચ્ચે થયેલી સમજૂતિ મુજબ ભાજપ ૧૨૧ બેઠકો પરથી લડશે. ભવિષ્યમાં ભાજપે મુકેશ સહનીને એમએલસી બેઠકની પણ ઓફર કરી છે.
વિકાસશીલ ઈન્સાન પાર્ટી મહાગઠબંધનનો હિસ્સો હતી. બેઠકોની ફાળવણીની જાહેરાત બાદ વીઆઈપીના અધ્યક્ષ મુકેશ સહનીએ રાષ્ટ્રીય જનતા દળે (રાજદ) પીઠમાં ખંજર ભોંક્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સહનીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને તે જ દિવસે મહાગઠબંધનમાંથી છેડો ફાડવાની જાહેરાત કરી હતી. એનડીએમાં સામેલ થયા બાદ સહનીએ જણઆવ્યું કે જે ગઠબંધન સાથે અમે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યાં જ પરત ફર્યા છીએ. આ ઘણા આનંદની વાત છે. સહનીએ વધુમાં જણાવ્યું કે આજે અમે બિહાર એનડીએ સાથે છીએ. નીતીશ કુમારને વધુ એક વખત બિહારના મુખ્યમંત્રી બનાવવાનું અમારું કામ છે. ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી વખતે વીઆઈપી ભાજપની સાથે હતું.
બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વીઆઈપી એનડીએમાં વીલિન થઈ હોવાની માહિતી અપાઈ હતી. પ્રેસકોન્ફરન્સમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલ, બિહારના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને સુશીલ મોદી પણ હાજર હતા.

Related posts

રાહુલ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે બિનહરીફ : ૧૬મીએ તાજપોશી

aapnugujarat

बढ़ती आबादी देश की आधी परेशानियों के लिए जिम्मेदार : SC

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : દલિત વોટ મેળવવા માટે અનેક પડકારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1