Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

ચીન સાથેનો અમારો સંબંધ અતૂટઃ નેપાળ

નેપાળની છેલ્લાં કેટલાંક દિવસોથી ચીનથી નિકટતા વધી છે. બીજીબાજુ ભારતની સાથે નેપાળનો સરહદ વિવાદ વધુ ઘેરાઇ રહ્યો છે. ભારત અને ચીનની વચ્ચે પણ સરહદ પર તણાવ વધવાના લીધે નેપાળની ભૂમિકા વધુ અગત્યની થઇ ગઇ છે. તમામ નિષ્ણાતો એ વાતને લઇ પણ ચિંતા વ્યકત કરી રહ્યા છે કે નેપાળમાં ચીનની વધતી હાજરી ભારતની સુરક્ષા માટે પણ ખતરો છે. આ બધાની વચ્ચે ચીનમાં નેપાળના રાજદૂત મહેન્દ્ર બહાદુર પાંડે એ રવિવારના રોજ ચીની મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યો છે તેમાં તેમણે ચીન અને નેપાળના સંબંધને અતૂટ ગણાવ્યો છે.
ચીનમાં નેપાળના રાજદૂત મહેન્દ્ર પાંડે એ કહ્યું કે નેપાળ અને ચીન સારા પાડોશી દેશ છે અને સારા મિત્રો પણ. વર્ષ ૧૯૫૫થી જ બંને દેશોના કૂટનીતિક સંબંધ રહ્યા છે. તેમણે કહ્યું કે ચીનમાં નેપાળના નવા રાજદૂત હોવાના નાતે મારી પ્રાથમિકતા બંને દેશોની વચ્ચે થયેલા કરાર છે. ગયા વર્ષે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે નેપાળની મુલાકાત લીધી હતી જે ખૂબ જ સફળ રહી. અંદાજે ૨૦ કરાર પર હસ્તાક્ષર કર્યા. નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી એ પણ ચીનની મુલાકાત લીધી અને કેટલાંક કરાર પર હસ્તાક્ષર કર્યા. આથી મારી પ્રાથમિકતા રહેશે કે આ સમજૂતી પર ઝડપથી કામ આગળ વધી શકે. ગયા વર્ષે અમે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટની અંતર્ગત કેટલાંય પ્રોજેક્ટ શરૂ કરી ચૂકયા છીએ. આ પ્રોજેક્ટ શિક્ષણ, સ્વાસ્થ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચર અને પર્યાવરણથી સંબંધિત છે. ચીનમાં પોતાના કાર્યકાળ દરમ્યાન મારી પ્રાથમિકતામાં આ વસ્તુ હશે.

Related posts

વાયુ પ્રદૂષણ બાળકોના માનસિક વિકાસને અસર કરી શકે : યુનિસેફ

aapnugujarat

आतंकी हाफिज सईद के खिलाफ लाहौर HC में याचिका दायर

aapnugujarat

6.4 magnitude earthquake hits Southern California and parts of Nevada

aapnugujarat

Leave a Comment

UA-96247877-1