Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

અયોધ્યામાં રામ મંદિર બનીને રહેશે : ઉમા

સુપ્રિમ કોર્ટે આજે બાબરી ધ્વંસ મામલામાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જાશી, ઉમા ભારતી જેવા મોટા નેતાઓની સામે અપરાધિક કાવતરા કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો. આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા ઉમા ભારતીએ કહ્યું હતું કે રામ મંદિર માટે બલિદાન આપવા માટે તેઓ સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન નથી. કોંગ્રેસે કોર્ટનો નિર્ણય આવ્યા બાદ કલ્યાણસિંહ અને ઉમા ભારતીના નૈતિકતાના આધાર ઉપર રાજીનામાની માંગ કરી હતી. કોર્ટના ચુકાદા અંગે પ્રતિક્રિયામાં ઉમા ભારતીએ કહ્યું હતું કે અયોધ્યા, ગંગા અને તિરંગાને લઈને કોઈપણ કિંમત ચુકવવા માટે તેઓ તૈયાર છે. કોર્ટ દ્વારા અપરાધિક કાવતરામાં કેસ ચલાવવાના નામલામાં ઉમાએ કહ્યું હતું કે આ કોઈ કાવતરાનો મામલો નથી. તમામ બાબત બિલકુલ ખુલ્લી છે. કાવતરાનો કોઈ પ્રશ્ન નથી. તેઓ પોતે ઘટના સ્થળે હાજર હતા. ઉમાએ કહ્યું હતું કે તેઓ અયોધ્યા આંદોલનના એક હિસ્સા તરીકે રહ્યા છે. આને લઈને તેમે કોઈ દુઃખ નથી. કોંગ્રેસના રાજીનામાની માંગ ઉપર ઉમાએ કહ્યું હતું કે જ્યારે ૧૯૮૪માં શીખ રમખાણોમાં હજારો શીખ લોકો માર્યા ગયા હતા ત્યારે સોનિયા ગાંધી રાજીવ ગાંધીના ઘરમાં જ હતા. ઉમાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે સોનિયા ગાંધી પણ રાજીવ ગાંધીની સામે કાવતરામાં સામેલ હતા કે કેમ. એક કોંગ્રેસ સમર્થક ભોલા પાંડે દ્વારા વિમાન અપહરણનો મામલો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે આ અપહરણના કાવતરામાં ઈÂન્દરા ગાંધી પણ સામેલ હતા કે કેમ. ઉમાએ જાહેરાત કરી હતી કે તેઓ અયોધ્યામાં પહોંચી રહ્યા છે. હનુમાનજી અને રામલલ્લાનો આભાર વ્યક્ત કરે છે. કારણ કે તેમના જીવનમાં આટલું મહત્વ આપ્યું છે. ઉમાએ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે. ગંગા નિર્મળ થઈને જ રહેશે. કાશ્મીરમાં તિરંગો લહેરાતો રહેશે. કોર્ટના નિર્ણયના સંદર્ભમાં વડાપ્રધાન મોદીને જાણ કરવામાં આવી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ઉમાએ કહ્યું હતું કે આ સંદર્ભમાં તેમની કોઈ વાત થઈ નથી. તેઓ સમગ્ર દેશને સંદેશ આપવા માંગે છે કે રામ મંદિર બનાવવાનો સમય હવે આવી ગયો છે. રામ મંદિર ચોક્કસપણે બનવું જાઈએ. દેશના લોકો પણ આવું જ ઈચ્છે છે. ઉમા ભારતીની સાથે સાથે ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ સામે કેસ ચલાવવા માટે સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે. અપરાધિક કાવતરા માટેનો કેસ ચાલનાર છે. જાકે કલ્યાણસિંહને હાલ પુરતી રાહત મળી ગઈ છે કારણ કે કલ્યાણસિંહ રાજસ્થાનના રાજ્યપાલ તરીકે છે અને બંધારણીય મુÂક્ત ધરાવે છે. કુલ ૨૧ આરોપીઓ સામે કાવતરા આરોપો પડતા મુકવા સામે સીબીઆઈએ વાંધો ઉઠાવ્યો હતો.

Related posts

आरुषि हत्याकांडः ४ साल बाद जेल से रिहा तलवार दंपती

aapnugujarat

2500 से ज्यादा Tabligi जमाती अब भारत 10 साल तक नहीं आ पाएंगे

editor

भारत ने पाकिस्तान को दिया एक और झटका, नहीं आयात करेगा प्याज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1