Aapnu Gujarat
राष्ट्रीय

વડાપ્રધાન મોદી અત્યાર સુધીમાં દેશ માટે ૧૦૩ કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્ય માટે કરોડો રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. સૂત્રો મુજબ, મોદી દીકરીઓના શિક્ષણથી લઈને ગંગા સફાઈ અભિયાન માટે પોતાની બચતના રૂપિયાનું પણ દાન કરી ચૂક્યા છે. તેમણે કોરોના સામે લડવા માટે સ્થાપિત પીએમ કેયર્સ ફંડમાં રૂ. ૨.૨૫ લાખનું દાન આપ્યું છે.તો બીજી તરફ વડાપ્રધાને તેમને મળેલી ભેટોની હરાજીથી પ્રાપ્ત થયેલા ૧૦૩ કરોડ રૂપિયા પણ દાનમાં આપ્યા છે.
સૂત્રો એમ પણ કહે છે કે મોદી સ્વાસ્થ્ય સેવાઓ, કુદરતી હોનારત સમયે વ્યક્તિગત રીતે મદદ કરી રહ્યા જ છે.બુધવારે એવી માહિતી બહાર આવી હતી કે માર્ચ મહિનામાં રચાયેલા પીએમ કેયર્સ ફંડમાં માત્ર ૫ દિવસમાં ૩૦૭૬ કરોડ રૂપિયા જમા થયા હતા.
૨૦૧૯માં તેમણે પોતાની અંગત બચતમાંથી ૨૧ લાખ રૂપિયા કુંભના મેળામાં સફાઈકર્મીઓના કલ્યાણ માટે આપ્યા હતા.
૨૦૧૯માં જ મોદીને સાઉથ કોરિયાનું સિઓલ પીસ પ્રાઈઝ મળ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ૧.૩૦ કરોડની પ્રાઈઝ મનીને નમામિ ગંગે પ્રોજેક્ટ માટે દાન કરશે.
તાજેતરમાં જ વડાપ્રધાન મોદીને મળેલા ઈનામોની હરાજીમાં ૩.૪ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. તે પણ તેમણે નમામિ ગંગે પરિયોજનામાં દાન કર્યા. ૨૦૧૪માં ગુજરાતના મુખ્યમંત્રીનું પદ છોડ્યા પછી મોદીએ તેમના પૂર્વ સ્ટાફની દીકરીના લગ્ન માટે ૨૧ લાખનું દાન કર્યું. આ પૈસા તેમણે તેમની પોતાની બચતમાંથી દાન કર્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા તે દરમિયાન મોદીને ઘણી ગિફ્ટ્‌સ મળી હતી. તેની હરાજીથી મળેલા ૮૯.૯૬ લાખ તેમણે બાળકીઓના શિક્ષણ માટે કન્યા કેળવણી ફંડમાં દાન કર્યા હતા.
વડાપ્રધાન મોદીને ૨૦૧૫માં મળેલી ગિફ્ટની પણ હરાજી કરવામાં આવી હતી. તેમાંથી ૮.૩૫ કરોડ રૂપિયા પણ નમામિ ગંગે યોજના માટે દાન કરવામાં આવ્યા હતા.

Related posts

महंगा हुआ LPG गैस सिलेंडर

editor

अयोध्या विवाद में पांचों दिन होगी सुनवाई : सुप्रीम

aapnugujarat

ગામો અને સ્ટેશનના નામને બદલવા ૨૭ પ્રસ્તાવ આવ્યાં : ગૃહ મંત્રાલય સમક્ષ નવી દુવિધા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1