Aapnu Gujarat
गुजरात

સરદાર સરોવર ડેમને તેની સર્વોચ્ચ સપાટી સુધી ભરવામાં આવશે : નીતિન પટેલ

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં અત્યાર સુધી સરદાર સરોવર ડેમમાંથી ૧૦ લાખ ક્યૂસેક કરતા વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂર આવ્યું હતું. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરવામાં આવશે. ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદામાં પાણી છોડાયું છે. જેથી ૧૧ લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સંબોધનમાં આ માહિતી આપી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ૧૩૮ મીટરની સર્વોચ્ચ સપાટી સુધી સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરવામાં આવશે. હાલમાં નદીમાં ૧૦ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. અતિવૃષ્ટિમાં નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા સપ્ટેમ્બર માસમાં પણ ડેમ સંપૂર્ણ ભર્યો હતો.વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, લોકોને તકલીફ ના પડે એટલે ઓછું પાણી છોડી રહ્યા છીએ. આવતી કાલથી ડેમમાં વધારે પાણી ભરવાની મંજૂરી મળશે. અમે સંપૂર્ણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગુજરાતમા ચોમાસાના અપડેટ આપતા વધુમાં કહ્યું કે, એમ.પીથી છોડવામાં આવેલું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્યું છે. કુલ ૧૧ લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર બંધમાં આવી રહ્યું છે. ૧૦ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડી રહ્યા છે.

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બે ચરણમાં શરૂ થશે

aapnugujarat

198.543 kg ganja and brown sugar seized by Gujarat Police

aapnugujarat

દેશી બનાવટની પિસ્તોલની સાથે એક શખ્સની ધરપકડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1