Aapnu Gujarat
गुजरात

કડી શહેરમાં રસ્તાની હાલત બિસ્માર

રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવામાં આવે છે. જોકે, સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ કડી તાલુકામાં જોવા મળે છે. કડી શહેર તથા આજુબાજુના ગામડામાં જતા માર્ગોના મુખ્ય રસ્તા ઉપર એક એક ફૂટના ગાબડાં પડી ગયા છે જેથી કરીને આ રસ્તાનો ઉપયોગ કરીને સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યાં છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે જે પડેલા ગાબડાં હતા તેને નગરપાલિકા દ્વારા તે રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું પણ રોડ કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે આ વર્ષે પણ કડીના અલગ અલગ વિસ્તારના રોડ ઉપર ગાબડાં જોવા મળી રહ્યાં છે. આ વર્ષે પણ હજુ ચોમાસાની શરૂઆતમાં કડીના રોડ ઉપર ગાબડાં જોવા મળી રહ્યા છે. રાહદારીઓ અને મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે અને વાહનોમા મોટુ નુકશાન થવાની ફરીયાદ ઉઠી રહી છે. તેમજ વાહનચાલકો ઉપર જાનનું જોખમ રહે છે. અહીંથી પસાર થવું એટલે સામે ચાલીને અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. રોડની આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. તેથી, સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા આપવામાં આવે છે. જોકે, સ્થાનિક અધિકારી અને પદાધિકારીઓની બેદરકારીના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આવો જ ઘાટ કડી તાલુકામાં જોવા મળે છે. કડી શહેર તથા આજુબાજુના ગામડામાં જતા માર્ગોના મુખ્ય રસ્તા ઉપર એક એક ફૂટના ગાબડાં પડી ગયા છે જેથી કરીને આ રસ્તાનો ઉપયોગ કરીને સ્થાનિક લોકો પરેશાન જોવા મળી રહ્યાં છે. ગત વર્ષે ભારે વરસાદને કારણે જે પડેલા ગાબડાં હતા તેને નગરપાલિકા દ્વારા તે રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું પણ રોડ કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે આ વર્ષે પણ કડીના અલગ અલગ વિસ્તારના રોડ ઉપર ગાબડાં જોવા મળી રહ્યાં છે. આ વર્ષે પણ હજુ ચોમાસાની શરૂઆતમાં કડીના રોડ ઉપર ગાબડાં જોવા મળી રહ્યા છે. રાહદારીઓ અને મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે અને વાહનોમા મોટુ નુકશાન થવાની ફરીયાદ ઉઠી રહી છે. તેમજ વાહનચાલકો ઉપર જાનનું જોખમ રહે છે. અહીંથી પસાર થવું એટલે સામે ચાલીને અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. રોડની આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી. તેથી, સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. (તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

યુવા શક્તિ ગૃપે વિરમગામના પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યને લેખીતમાં રજુઆત કરી

aapnugujarat

ગુજરાત કોંગ્રેસના ૧૫થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડવા તૈયારઃ અલ્પેશ ઠાકોરનો દાવો

aapnugujarat

૨૦૧૨માં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ પૈકી ૩૮ ભાજપે જીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1