Aapnu Gujarat
व्यापार

Corona Time : સહારા ગ્રુપ કોઈ પણ અધિકારીને કાઢશે નહીં

કોવિડ -19 મહામારી અને ‘લોકડાઉન’ માં લથડાયેલી આ અર્થવ્યવસ્થાને કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બની રહ્યાં છે. હજી પણ લોકો નાની મોટી કંપનીઓમાં નોકરી પર જતા ડરે છે.આવા કપરા સમય માં, સહારા ગ્રુપે સોમવારે કહ્યું હતું કે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં પણ તે તેના કોઈપણ કર્મચારીને નોકરી માંથી કાઢશે નહીં. સહારા ગ્રુપ દ્વારા કહેલા એક નિવેદનમાં જણાવ્યા મુજબ, કોરોના વાયરસના રોગચાળાની ધંધા પર ખરાબ અસર હોવા છતાં, તેણે તેના કોઈ પણ કર્મચારીને નોકરી માંથી નીકાળ્યો નથી. તેના બદલે તેણે ઘણાને બધા ને પ્રમોશન આપ્યુ છે અને પગાર ચૂકવ્યા છે.

સહારા ગ્રૂપે કહ્યું કે કોવિડ -19 રોગચાળાએ ધંધાને ભારે અસર કરી છે.તેમ છતાં પણ કંપનીએ તેના કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકયો નથી. તેનાથી વિપરિત, ઘણા કર્મચારીઓને પ્રમોશન અને પગાર વધારો આપવામાં આવ્યો છે. આ ગ્રુપ લોકડાઉન દરમિયાન વિવિધ રાજ્યોમાંથી ઉત્તરપ્રદેશ પરત આવેલા પરપ્રાંતિય કામદારોને રોજગાર આપવાની પણ યોજના બનાવવા જઇ રહ્યું છે. કામદારોને તેમની યોગ્યતા પ્રમાણે સ્થાનિક સ્તરે કામ આપવામાં આવશે.
સહારા ગ્રુપએ એમ પણ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે તેને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે.આમ છતાં, કંપનીએ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત તેના 4,05,874 કર્મચારીઓને પ્રમોશન આપ્યું છે. આ ઉપરાંત ઓફીસ માં કામ કરનાર 4,808 કર્મચારીઓને પગાર વધારાની સાથે પ્રમોશન આપવામાં આવ્યુ છે.તમને જણાવી દઈએ કે સહારા ગ્રુપની વિવિધ કંપનીઓમાં 14 લાખ કર્મચારીઓ કામ કરે છે.
સહારા ગ્રૂપે તમામ નાના અને મોટા ઔદ્યોગિક સંગઠનોને આ મુશ્કેલ કપરા સમયમાં દરેક કર્મચારીની રોજી-રોટી ની કાળજી લેવાની વિનંતી કરી છે. અગાઉ સહારાના વડા સુબ્રત રોયે વૈશ્વિક મહામારી કોવિડ -19 દરમિયાન ગ્રુપના તમામ કર્મચારીઓ, ગ્રાહકો અને રોકાણકારોને તેમના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. તે જ સમયે,દેશભરમાં લાગુ થયેલા લોકડાઉન દરમિયાન દરેક જણ ને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું સખતપણે પાલન કરવા ની વિનંતી પણ કરી હતી.

Related posts

બજાર કડડભુસ : સેંસેક્સમાં ૮૪૦ પોઇન્ટનો કડાકો : ડૉલર સામે રૂપિયામાં પણ નોંધપાત્ર ઘટાડો

aapnugujarat

૧૦ પરિબળ શેરબજારની દિશા નક્કી કરશે

aapnugujarat

Amazon देश में 8,000 लोगों को देगी जॉब

editor

Leave a Comment

UA-96247877-1