Aapnu Gujarat
गुजरात

છોટાઉદેપુર જિલ્લાનાં ગુનાટા ગામનાં યુવાન મેહુલ રાઠવાની ડીડીઓ છોટાઉદેપુર રુબરુ મુલાકાત લઈ તેની કલાની કરી કદર..

છોટાઉદેપુર જિલ્લાનાં ગુનાટા ગામનાં યુવાન મેહુલ રાઠવાની ડીડીઓ છોટાઉદેપુર રુબરુ મુલાકાત લઈ તેની કલાની કરી કદર..

‌છોટાઉદેપુર જિલ્લાના અંતરીયાળ વિસ્તારનાં ગામ ગુનાટાનાં પિઠોરા લખારા મેહુલ રાઠવા એ થોડા દિવસ પહેલા ગામ પાસે આવેલ તળાવ ની માટીમાંથી આબેહુબ આરામ ફરમાવતા માણસ ઉપરાંત આદિવાસી યોધ્ધા શહિદ બિરસા મુંડાજી ની અદ્ભુત રીતે મૂર્તિ બનાવી ને સૌ કોઈ નુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેના અહેવાલ સોશ્યલ મીડિયામાં તથા અખબારો/ ન્યૂઝ ચેનલો માં દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતા.
જેના દ્વારાજાણ થતાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ તેમના ધર્મપત્ની સાથે મેહુલ રાઠવા ની તેના ગામ ગુનાટા ખાતે જઇ જે ગામતળાવ પાસે મૂર્તિઓ કંડારવામાં આવી હતી તે જગ્યાએ જઈને મેહુલ રાઠવા ની આ કારીગરી વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી અને મેહુલ રાઠવા ને રુપિયા પાંચ હજાર ની રોકડ રકમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.
આમ મેહુલ રાઠવાની કલા-કારીગરી ને પ્રોત્સાહન મળી રહ્યું છે,જે મેહુલને તેની કલા કારીગરી માં વધુ ઉંચાઈએ લઇ જઇ શકે છે.

Related posts

અંકલેશ્વર અને હાંસોટ તાલુકા પંચાયત કચેરીનું ખાતમુહુર્ત તથા નેત્રંગ તાલુકા પંચાયતનું કચેરીનું લોકાર્પણ મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે થયું.

aapnugujarat

વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની કરોડોની પ્રોપર્ટીને લઈને કોર્ટમાં રીટ કરાઈ

aapnugujarat

સુરતમાં ભડકો ભાજપના ત્રણ આગેવાનોએ અપક્ષ તરીકે ફોર્મ ભરતાં ભાજપની હાલત કફોડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1