Aapnu Gujarat
मनोरंजन

રોહિતની ફિલ્મ ગોલમાલ અગેઇન મળતા પરી ખુશ

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણિતી ચોપડા રોહિત શેટ્ટીની ફિલ્મ મળી જતા ભારે ખુશ દેખાઇ રહી છે. તે હાલમાં રોહિત શેટ્ટીની ગોલમાલ અગેઇન ફિલ્મમાં કામ કરી રહી છે.આ ફિલ્મ ઓક્ટોબરમાં રજૂ કરવામાં આવનાર છે. શુટિંગ હવે પૂર્ણાહુતિના આરે છે. વિતેલા વર્ષોમાં આ શ્રેણીની બે ફિલ્મ બની ચુકી છે. જેથી સુપરહિટ સાબિત થઇ છે. પરિણિતી ચોપડાએ માહિતી આપતા કહ્યુ છે તે તે રોહિત શેટ્ટીની ફિલ્મ મળતા ગર્વ અનુભવ કરી રહી છે. પરિણિતીએ એમ પણ કહ્યુ છે કે રોહિતની સમગ્ર ગોલમાલ ટીમ જોરદાર રહી છે. આ ટીમના તમામ કલાકારો આકર્ષક અને શક્તિશાળી રહ્યા છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ મોટી ફિલ્મ છે. તેમાં કામ કરીને તે આશાવાદી છે. વિતેલા વર્ષોમાં ગોલમાલ શ્રેણીની બે ફિલ્મોમાં કરીના કપુર ભૂમિકા અદા કરી ચુકી છે. જ્યારે હવે તે કામ કરવા જઇ રહી છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મ તમામ વર્ગના લોકોને પસંદ પડશે. પરિણિતીની કેરિયર આ ફિલ્મની સાથે તેજીમાં આવી શકે છે. હાલમાં પરિણિતી ચોપડા પાસે કેટલીક ફિલ્મો છે. જેમાં સુશાંત રાજપુત અને ઇરફાન ખાનની સાથે તકદુમ નો સમાવેશ થાય છે. રોહિત શેટ્ટીની છેલ્લે દિલવાલે રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મમાં તમામ ટોપ કલાકારો હતા. જેમાં શાહરૂખખાન, કાજોલ, વરૂણ ધવન અને કૃતિનો સમાવેશ થાય છે. પરિણિતી ચોપડા બોલિવુડમાં તેની કઝિન પ્રિયંકા ચોપડાની જેમ મોટી સફળતા મેળવી શકી નથી પરિણિતી પ્રથમ વખત એક્શન સ્ટાર અજય દેવગનની સાથે કામ કરી રહી છે. અજયની તમામ ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર શાનદાર દેખાવ કરી રહી છે. ફિલ્મની હાલ રાહ જોવાઇ રહી છે.

Related posts

પીએમ મોદીની બાયોપિકમાં જશોદા બેનનો રોલ ભજવશે બરખા બિષ્ટ

aapnugujarat

દીપિકા એસિડ એટેક વિશે ફિલ્મ બનાવશે

aapnugujarat

મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ કરવા ઇચ્છુક નથી : તબ્બુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1