Aapnu Gujarat
गुजरात

જબુગામ સીએચસી હોસ્પિટલમાં વર્ષે ૩૦૦૦થી વધુ મફત પ્રસુતિ કરાવાય છે

છોટાઉદેપુર જિલ્લામાં ૯૫ ટકા પ્રસૂતિ હોસ્પિટલમાં થાય છે. છોટાઉદેપુરના ગામડાઓમાં ૨૦ વર્ષ વર્ષ પહેલા દાયણો દર વર્ષે ૪૦૦૦ પ્રસ્તુતિઓ કરાવતી હતી. આજથી ૧૫ થી ૨૦ વર્ષ પહેલાં બોડેલી તાલુકાના જબુગામ અને આસપાસના ૫૦ જેટલા ગામડાઓમાં ૧૦૦માંથી ૯૫ બાળકોનો જન્મ દાયણ દ્વારા થયો હતો જેથી કરીને માતા શિશુ પ્રસુતિના સમયે મોટી સંખ્યામાં બચાવી શકાતા ન હતા. ત્યારબાદ સરકાર અને એન.જી.ઓ. દીપક ફાઉન્ડેશન દ્વારા પીપીપી મોડલ પર સલામત માતૃત્વ અને સલામત શિશુ અભિયાન અંતર્ગત આ વિસ્તારના ગરીબ મધ્યમ વર્ગના ખેતી સહિતના શ્રમિક પરિવારો માટે માત્ર પ્રસ્તુતિ માટે જ નહીં સારવાર દરમિયાન દવાઓ પણ માટે એક પણ રૂપિયો લીધા વિના સારવાર અને મેડિકલ સુવિધા આપવાની શરૂઆત કરી હતી જેને લીધે છોટાઉદેપુરના ૭૦૦ ગામોએ દાયણોને જાકારો આપી દીધો છે.
૯૫ ટકા પ્રસુતિ જબુગામ રેફરલ હોસ્પિટલ અને માતૃત્વ સંભાળ કેન્દ્ર સી – મોક હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવે છે. આજે આ હોસ્પિટલમાં વર્ષે ૩૦૦૦ થી વધુ મફત પ્રસ્તુતિઓ થાય છે જે ગુજરાતની તમામ સી.એચ.સી.માં સૌથી વધુ છે. અહીં પ્રસુતિ બાલ નવજાતને ઘરે લઇ ગયા બાદ પણ ઠંડી ન લાગે તે માટે વસ્ત્રો તથા પરિવારજનોને પણ રહેવાની સુવિધા મફત અપાય છે. આ સેન્ટર ૧૦ લાખ ની વસ્તીને આવરી લે છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

ચાંદખેડા ખાતે ૧૩૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા એક હજાર આવાસોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

aapnugujarat

મોદીની કચ્છ યાત્રાને લઈ યુવા મોરચાની તૈયારી શરૂ

aapnugujarat

औडा इलाके में आते रिंग रोड पर थ्री-फोर व्हीलर वाहन पर टोल टैक्स रद्द हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1