Aapnu Gujarat
गुजरात

ઢીમા ખાતે શ્રી સેનજી મહારાજ મંદિરમાં સવા કિલો ચાંદીનું ભાણું અર્પણ કરાયું

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ખાતે આવેલ શ્રી ચેનજી મહારાજ મંદિરમાં સવા કિલો ચાંદીનું ભાણું અર્પણ કરવામાં આવ્યું છે.વાવ તાલુકાના સેન સમાજના પ્રમુખ મધાભાઈ નાઈ તેમજ મંત્રી અખાભાઈ અને મધાભાઈ દેવકાજી નાઈની હાજરીમાં સણવાલ ગામનાં નરપતભાઈ ધરમાજી નાઈએ શનિવારે ચાંદીનું ભાણું દાન કર્યું છે. જોકે સેનજી મહારાજના મંદિરમાં દર પૂનમે સમાજના લોકો એકઠા થતાં હોય ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે. શરદ પૂનમનાં દિવસે નાઈ માદેવભાઈ માનાભાઈ અને નાઈ રામજીભાઈ હેમાભાઈ ભોજન પ્રસાદના દાતા રહ્યા હતા. જોકે દર પૂનમે નાઈ સમાજના લોકો પ્રસાદનો લાભ લેતાં હોય છે.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદરા, બનાસકાંઠા)

Related posts

ભાવનગર – બાન્દ્રા સ્પેશલ ટ્રેનનું બુકિંગ મંગળવાર અને ભાવનગર-આસનસોલ સ્પેશલ ટ્રેનનું બુકિંગ ગુરૂવારથી શરૂ થશે

editor

દેશના ૩ રાજયની હાઇકોર્ટમાં ગુજરાતી ચીફ જસ્ટિસ બન્યા

aapnugujarat

સિંચાઇનું પાણી નહીં મળતાં રાજ્યમાં ખેડુતોનો વિરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1