Aapnu Gujarat
गुजरात

તાલુકા પંચાયત અને નગરપાલિકાની ૩૬ પૈકીની ભાજપે ૨૩ બેઠકો જીતી

નગર પાલિકા તથા તાલુકા પંચાયતના ચૂંટણીના પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપે ફરી એકવાર શાનદાર દેખાવ કર્યો છે અને પ્રભાવ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ૨૭ બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી ભાજપે ૧૭ સીટ અને કોંગ્રેસે ૯ સીટ મેળવી છે. એક સીટ અપક્ષના ફાળે ગઇ છે. બીજી બાજુ કુલ ૯ નગરપાલિકાના ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા છે જે પૈકી ભાજપે છ ઉપર જીત મેળવી છે અને કોંગ્રેસે ત્રણ ઉપર જીત મેળવી છે. કુલ ૪૨ સીટની ચૂંટણી જાહેરાત કરવામાં આવી હતી. તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ મતગણતરીની પ્રક્રિયા પણ શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવી હતી. ચૂંટણી કાર્યક્રમ મુજબ ચૂંટણી હેઠળની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મતગણતરીની પ્રક્રિયા આજે યોજવામાં આવી હતી. સંલગ્ન ચૂંટણી અધિકારીઓના અહેવાલ મુજબ આઠ નગરપાલિકાની નવ બેઠકોની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. પેટાચૂંટણી હેઠળની નગરપાલિકાની નવ બેઠકો માટે ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભાવનગર જિલ્લાની પાલીતાણા નગરપાલિકામાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. બીજી બાજુ તાલુકા પંચાયત માટે યોજવામાં આવેલી કુલ ૨૮ બેઠકો પૈકી ૧૭ બેઠકો પર ભાજપે સપાટો બોલાવ્યો છે જ્યારે ૧૦ બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ છે. પેટાચૂંટણી હેઠળની નગરપાલિકાઓ પૈકી ભાવનગર જિલ્લાની પાલીતાણા નગર પાલિકા વોર્ડ નંબર ૩ના ઉમેદવાર બિનહરીફ થતાં તેને લઇને બંને પક્ષોમાં ચર્ચા રહી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતની નવ-ગાંગડ બેઠક ઉપર નામદાર કોર્ટનો મનાઈ હુકમ હોવાથી તથા ભાભર તાલુકા પંચાયતની ૧-અબાસણા, હારીજ તાલુકા પંચાયતની ૧૬-વાસા, સતલાસણા તાલુકા પંચાયતની ૧૦-સતલાસણા-૧ અને થાનગઢ તાલુકા પંચાયતની ૩-જામવાડી બેઠક પર ફોર્મ ભરાયેલા ન હોવાથી પેટા ચૂંટણી યોજવામાં આવી નથી. બાકીની નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણી કાર્યક્રમ મુજબ તમામ જગ્યાએ શાંતિપૂર્ણરીતે મતદાન થયું હતું. એક જિલ્લા પંચાયત સીટની ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી જ્યારે ચાર તાલુકા પંચાયત એસટી સીટ ઉપર ઉમેદવારો નહીં મળતા ચૂંટણી મોકૂફ કરવામાં આવી હતી. ૩૭ના ચૂંટણી પરિણામો આવ્યા બાદ એક પર ફેર મતગણતરીની માંગ કરવામાંમ આવી હતી. તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીમાં કુલ ૩૬ પૈકી ભાજપને ૨૩ અને કોંગ્રેસને ૧૨ સીટો મળી છે. આ પહેલા કોંગ્રેસની ૨૨ હતી તેમાંથી માત્ર ૧૨ સીટ આવી છે. જ્યારે ભાજપની ૧૩ સીટો હતી જે પૈકી હવે સીટોની સંખ્યા વધીને ૨૩ થઇ છે. ભાજપની કુલ ૧૦ સીટો વધી છે.
વાંકાનેર સીટ કોંગ્રેસની હતી જે ભાજપે આંચકી લીધી છે. ભાજપે કોંગ્રેસ પાસેથી સીટ આંચકી લીધી છે.

 

Related posts

શહેરા તાલુકાના સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામના બાળ મિત્રોની કામગીરીની બી.આર.સી.કો.ઓર્ડીનેટર દ્વારા સમીક્ષા કરાઈ

editor

प्रधानमंत्री ने डिसेलिनेशन प्लांट, रिन्युएबल एनर्जी पार्क का शिलान्यास किया

editor

ધનોલ ખાતે ફ્રોઝન સિમેન સેન્ટરનું લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1