Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા મોદી દ્વારા તૈયારી શરૂ

પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં વાપસી કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા પ્રથમ ૧૦૦ દિવસ માટે પ્રાથમિકતા નક્કી કરવામાં આવી રહી છે. આ ૧૦૦ દિવસના ગાળા દરમિયાન ખાલી જગ્યાઓને ભરવાની બાબતને પણ મોદી સરકાર પ્રાથમિકતા આપનાર છે. સત્તામાં ફરી વાપસી કરનાર મોદી સરકાર તેની બીજી અવધિના પ્રથમ ૧૦૦ દિવસમાં સૌથી પહેલા નોકરીના મોરચા પર કામ કરનાર છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલય અને વિભાગોમાં ખાલી પડેલી જગ્યા અને વર્તમાન જરૂરિયાતોને ધ્યાનમાં લઇને રિપોર્ટ તૈયાર સુચના આપી દીધી છે. સુત્રોના કહેવા મુજબ આશરે ૭૫ હજાર એવી જગ્યા છે જેને તરત ભરવા માટેની જરૂરિયાત અનુભવાઇ રહી છે. આના માટે સરકાર સ્ટાફ સિલેક્શન કમીશનને આ જગ્યા ભરવા માટે સુચના આપી શકે છે. સુત્રોએ કહ્યુ છે કે સરકાર બજેટમાં અસંગઠિત ક્ષેત્રમાં રોજગાર માટે મોટી યોજનાની જાહેરાત કરી શકે છે. ચૂંટણીના ગાળા દરમિયાન જ ૧૦૦ દિવસ માટે એજન્ડાને આખરી ઓપ આપી દેવામા ંઆવ્યા બાદ હવે પ્રાથમિકતા નક્કી કરવામાં આવી રહી છે. બજેટમાં કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. ૧૦૦ દિવસના એજન્ડામાં સૌથી વધારે પ્રાથમિકતા ખાલી જગ્યાને ભરવા માટેની છે. શિક્ષણ સુધારાને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. પીએમઓના નિર્દેશ બાદ તમામ મંત્રાલય અને વિભાગો પાસેથી ૩૦મી જુન ૨૦૧૯ સુધી ખાલી પડેલી જગ્યાઓ અંગે વિગત માંગવામાં આવી હતી. મોટ ભાગના મંત્રાલયો પાસેથી વિગતવાર અહેવાલ મળ્યા બાદ કાર્યક્રમ અમલીકરણ વિભાગ દ્વારા રિપોર્ટમાં તપાસ અને અભ્યાસની કામગીરી હાથ ધરવામાં આવી ચુકી છે. મોદી સરકાર-૨ની યોજનામાં નિર્માણ, ટ્યુરિઝમ અને ટેક્સટાઇલ ે જેવા સેક્ટરમાં જરૂરી પરિવર્તન કરવાની યોજના છે.

Related posts

પ્રણવ મુખરજી વિશેના પુસ્તક વિમોચન પ્રસંગે પીએમ મોદી ભાવુક થઈ ગયા; કહ્યું, ‘પ્રણવદા મારા પ્રેરણાસ્રોત’

aapnugujarat

મધ્યપ્રદેશ : બોગસ મતદાર મામલે ચાર ટીમોની રચના

aapnugujarat

ભથ્થા અંગે અંતિમ અહેવાલ એમ્પાવર્ડ કમિટિ ઓફ સેક્રેટરીએ કેબિનેટને સુપ્રત કરી દેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1