Aapnu Gujarat
शिक्षा

ધોરણ ૧૨ સાયન્સ : ફરીથી વિદ્યાર્થીનીએ મારેલી બાજી

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતું. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે ૭૧.૯૦ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા પરિણામ પૈકી આ વખતે ઓછું પરિણામ રહ્યું છે. ગયા વખતે ૭૨.૯૯ ટકા પરિણામ રહ્યું હતું. આ વખતે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૩ ટકા રહ્યું છે. જ્યારે નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૨.૦૧ ટકા રહ્યું છે. વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ધ્રોલ રહ્યું છે. જેનું પરિણામ ૯૧.૬૦ ટકા રહ્યું છે. દર વખતની જેમ જ આ વખતે પણ વિદ્યાર્થીનીઓએ બાજી મારી લીધી છે. એકબાજુ નિયમિત વિદ્યાર્થીઓની ટકાવારી ૭૧.૮૩ ટકા રહી છે. જ્યારે વિદ્યાર્થીનીઓની ટકાવારી ૭૨.૦૧ ટકા નોંધાઈ છે. પાસ થયેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની વાત કરવામાં આવે તો પણ વિદ્યાર્થીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતા પાછળ રહી નથી. એકંદરે વિદ્યાર્થીઓનું પરિણામ ખૂબ ઊંચુ રહ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમની વાત કરવામાં આવે તો સંખ્યા ૭૬૦૦૩ હતી. જેમાંથી ૫૪૧૯૫ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે વિદ્યાર્થીનીઓની વાત કરવામાં આવે તો ઉપસ્થિત વિદ્યાર્થીનીઓની સંખ્યા ૪૮૪૧૪ હતી. જે પૈક ૩૪૮૬૫ વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં પાસ થઈ ચુકી છે. ૨૦૧૮માં પણ આવી જ સ્થિતિ રહી હતી. જાણકાર લોકોનું કહેવું છે કે વિદ્યાર્થીનીઓ અભ્યાસમાં વધારે ગંભીર બની રહી છે. જ્યારે વિદ્યાર્થીઓ ઉદાસીનતા દાખવી રહ્યા છે. આજ કારણસર માત્ર ગુજરાત બોર્ડમાં જ નહીં બલ્કે સીબીએસઈ બોર્ડમાં પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ વધારે આગળ રહી છે. આંકડા પરથી પણ આ બાબત સ્પષ્ટ થઈ જાય છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીનીઓ ટકાવારીની દૃષ્ટીએ આગળ રહી છે. સામાન્ય પ્રવાહનું પરિણામ હવે જાહેર કરાશે.

Related posts

શાળાઓમાં ભણતરનું ભાર માપવા માટેનું ચેકિંગ કરાયું

aapnugujarat

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું રિઝલ્ટ આજે જાહેર

aapnugujarat

युपीएससी मंे सफलता प्राप्त करने वाले युवकों का मुख्यमंत्री ने सम्मान किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1